ભારતની મુલાકાતે આવેલા રશિયન ખેલ મંત્રી ઓલેગ મેટિસીનએ 2036 ઓલિમ્પિકની યજમાનીમાં ભારતને મદદ કરવાની ઓફર કરી છે.
ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતે અમદાવાદને કેન્દ્રીય શહેર તરીકે રાખીને 2036ની ગેમ્સની યજમાનીમાં વારંવાર રસ દર્શાવ્યો છે. આ દરમિયાન, ભારતની મુલાકાતે આવેલા રશિયન ખેલ મંત્રી ઓલેગ મેટિસીનએ 2036 ઓલિમ્પિકની યજમાનીમાં ભારતને મદદ કરવાની ઓફર કરી છે. રશિયાના રમત-ગમત મંત્રીએ કહ્યું છે કે તેમના દેશના નિષ્ણાતો ભારતમાં ઓલિમ્પિક ગેમ્સના આયોજનમાં મદદ કરીને ખુશ થશે.
- Advertisement -
2036 માટે ગુજરાત સરકાર કરી રહી છે તૈયારીઓ
IOA પ્રમુખ નરિન્દર બત્રા 2036 સમર ગેમ્સની યજમાની માટે ગયા વર્ષથી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) સાથે વાતચીત કરી રહ્યા છે. તેમણે ઓપનિંગ સેરેમની માટે અમદાવાદને સ્થળ તરીકે પ્રસ્તાવિત કરવાની વાત કરી છે. ગુજરાત સરકારે પણ ઓલિમ્પિકની યજમાની માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે,બે મહિના પહેલા ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું હતું કે અમે 2036 ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યા છીએ. ICO સભ્યો 2025 માં ઓલિમ્પિક સાઇટની મુલાકાત લેવાના છે.
Today, Russian Sports Minister Oleg Matytsin, visiting #NewDelhi to participate in a meeting of the Bureau of the 8th Session of the Conference of Parties to the International Convention against Doping in Sport, met w/ Indian Minister of Youth Affairs & Sports Anurag Singh Thakur pic.twitter.com/M0dnjCrwho
- Advertisement -
— Russia in India 🇷🇺 (@RusEmbIndia) June 22, 2022
ભારતમાં ઓલિમ્પિક ગેમ્સના આયોજનમાં મદદ કરીને ખુશ થશે.-રશિયન ખેલ મંત્રી
સૂત્રોના જણાવ્યા અનુસાર, રશિયાના રમતગમત મંત્રીએ કહ્યું, “જો ભારતનું ઓલિમ્પિક ગેમ્સની યજમાની જેવું સપનું સાકાર થાય છે, તો તે દેશના સતત વિકાસ માટે એક અન્ય માપદંડ હશે. અમે હંમેશા સંવાદ માટે ખુલ્લા છીએ અને ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાનો અમારો અનુભવ શેર કરવા માટે તૈયાર છીએ અને અમે ઘણી વખત આવું કર્યું છે. તેથી જો નિર્ણય લેવામાં આવે છે, તો રશિયન નિષ્ણાતો ભારતમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં મદદ કરવા માટે ખુશ થશે.”
Today, Russian Sports Minister Oleg Matytsin met w/ Narinder Batra, President of the Indian Olympic Association. #Russia’n Ambassador to #India Denis Alipov also took part in the meeting.The prospects of bilateral & multilateral cooperation in the area of #sports🏅were discussed pic.twitter.com/YvRJ119CFw
— Russia in India 🇷🇺 (@RusEmbIndia) June 20, 2022
રશિયાએ પણ મૈત્રીપૂર્ણ ફૂટબોલ મેચનો પ્રસ્તાવ મૂક્યો હતો
રશિયાના ખેલ મંત્રીએ ભારત અને રશિયા વચ્ચે મૈત્રીપૂર્ણ ફૂટબોલ મેચનો પ્રસ્તાવ પણ રાખ્યો છે. હાલમાં રશિયાની ટીમ વિશ્વમાં 35મા ક્રમે છે અને ભારત રેન્કિંગમાં 104મા ક્રમે છે. રશિયાના ખેલ મંત્રી નવી દિલ્હીમાં રમતગમતમાં ડોપિંગ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં રશિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. બુધવારે તેણે ભારતના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવ પણ હાજર હતા.
રશિયા પણ 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવા માંગે છે
હાલમાં, ક્રોએશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, કોલિંડા ગ્રાબર-કિટારોવિક, IOC કમિશનના વડા છે. તેમના નેતૃત્વ હેઠળ, 2036 ગેમ્સ માટે યજમાન શહેરની પસંદગી કરવામાં આવશે. આ અંગેનો નિર્ણય 2025 થી 2029 વચ્ચે લેવામાં આવશે. 2036 ઓલિમ્પિકની યજમાનીમાં રસ દર્શાવનાર દેશોમાં રશિયા એક હતું. જો કે યુક્રેન પર હુમલા બાદ રશિયા પણ રમતની દુનિયામાં અલગ પડી ગયું છે.