સોમનાથથી અયોધ્યા રથ યાત્રામાં રૂ.10નું દાન આપી તે પહોચની પૂજા કરે છે
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથના તાલાળા તાલુકાના ઉમરેઠી ગીર ગામના કારા ભાઈ ભારાભાઈ રામ જ્યારે 1992 માં રામ મંદિર નિર્માણ માટે સોમનાથ થી અયોધ્યા રથ યાત્રા નીકળી હતી ત્યારે ગામે ગામ શીલા પૂજન થયું હતું જેમાં શ્રીરામ મંદિર નિર્માણ માટે 10 રૂપિયાની પોંહચ રાખી હતી એ સમયે કારાભાઈએ રામ મંદિર બનશે તેવા દ્રઢ વિશ્વાસથી રૂ.10ની ટિકિટ મઢાવી પોતાના પૂજા ઘરમાં દરરોજ રામ મંદિરની પૂજા થાય તેવા સ્થાન પર રાખી આવા અસંખ્ય રામ ભક્તોનું સ્વપ્ન 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ટ થવા જય રહી છે ત્યારે કારાભાઇ રામનું સ્વપ્ન પૂરું થવા જય રહ્યુ છે.