વિચરતી જાતિના 17 પરિવારોને રહેણાક પ્લોટની ફાળવણી કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ ચોટીલા
- Advertisement -
દેશના બંધારણમાં સ્થાનિક નાગરિકને આરોગ્ય, શિક્ષણ અને રહેવાની સુવિધા વિનામૂલ્યે મળી રહે તે નાગરિકનો બંધારણીય હક્ક છે ત્યારે ચોટીલા ખાતે કેટલાક વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને રહેવા માટે ઘર નહીં હોવાથી આમતેમ ભટકી ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા આ પરિવાર દ્વારા અગાઉ પણ રહેણાક માટે સરકાર દ્વારા પ્લોટ ફાળવવાની માંગ કરી હતી પરંતુ કોઈ કારણોસર તેઓની રજૂઆત અને કામગીરી ટલ્લે ચડી હતી જે બાદ અંતે સામાજિક કાર્યકરો થકી વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને પ્લોટની ફાળવવાની માટે છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી અને અંતે મુખ્યમંત્રી કાર્યાલયથી આદેશ છૂટયા હતા અને ચોટીલા તાલુકાના નવાગામ સરકારી સર્વે નંબર 69 પૈકી વાળી જમીન પર કુલ 17 પરિવારોને પ્લોટની ફાળવણી કરી હતી આ તમામ પરિવારના સભ્યોને સનદ અને કબ્જો આપી આગામી સમયમાં ઠેરઠેર ભટકતા પરિવારો પણ પોતાના ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરશે જેથી તમામ લાભાર્થી પરિવારો દ્વારા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.