મા કાર્ડનો લાભ ખાટવા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે દર્દીઓને પૂછ્યા વિના જ સ્ટેન્ટ મૂકી દીધા, બેનાં મોત
ભોગગ્રસ્ત પરિવારજનોનો આક્રોશ-ખ્યાતિ હોસ્પિટલમાં તોડફોડ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલ દ્વારા થોડા દિવસ પહેલા કડીના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કર્યું હતું અને ત્યારબાદ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં બે દર્દીના મોત નીપજતાં ગ્રામજનો દ્વારા હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી છે. ગામના સરપંચના કહેવા અનુસાર હોસ્પિટલે પરિવારની જાણ બહાર દર્દીઓની એન્જીયોગ્રાફી કરી હતી અને સ્ટેન્ડ મુક્યા હતા. જેના કારણે બે લોકોના મોત નીપજ્યાં છે. સમગ્ર ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર, કડીના બોરીસણા ગામમાં અમદાવાદની ખ્યાતી હોસ્પિટલ દ્વારા તાજેતરમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. ચેક અપ દરમિયાન કેટલાક દર્દીના નામ લખી ગયા હતા અને સારવાર અર્થે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં પરિવારની જાણ બહાર એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હોવાનું અને તેના કારણે બે દર્દીના મોત નીપજ્યાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ગ્રામજનો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને તોડફોડ કરવામાં આવી હતી. દર્દીના મોત મામલે પરિવારજનો અને ગ્રામજનો દ્વારા હોસ્પિટલના તબીબો અને મેનેજમેન્ટ પાસો જવાબ માંગવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલ તરફથી કોઇ જવાબ આપવામાં ન આવતા પરિવારજનો અને ગ્રામનોજનો રોષે ભરાયા હતા. ગામના સરપંચ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યા અનુસાર, બે દિવસ પહેલા હોસ્પિટલમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ નામ લખીને ગયા હતા અને બીજા દિવસે લક્ઝરી બસ મારફત 17થી 18 લોકોને હોસ્પિટલ સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.
શું હતી સમગ્ર ઘટના?
કડીમાં ફ્રી કેમ્પ હોસ્પિટલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યા છે. અન્ય પાંચ દર્દીની હાલત ગંભીર છે.
- Advertisement -
મા કાર્ડનો લાભ ખાટવાનો પરિવારજનોનો આરોપ
પરિવારજનોનો આરોપ લગાવ્યો છે કે, હોસ્પિટલને મા કાર્ડનો દુરૂપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું હતું. જેના કારણે બે દર્દીના મોત થયા છે. બે દર્દીના મોત પછી પરિવારજનો સખત રોષે ભરાયા હતા અને તેમણે હોસ્પિટલમાં તોડફોડ કરીને વિરોધ કર્યો હતો.
આરોગ્ય મંત્રીએ આપ્યા તપાસના આદેશ
આ વિશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ડ પર પોસ્ટ કરી તપાસના આદેશ આપ્યા છે. ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું છે કે ‘અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. ઙખઉંઅઢ-મા યોજના હેઠળના રાજ્ય એન્ટિ-ફ્રોડ યુનિટ (જઅઋઞ)ને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં તબીબી બેદરકારી સાબિત થશે, તો હોસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’