રાજકોટના નવા યુનિટ હેડ તરીકે બિરેન વૈષ્ણવ, કાલે ડિસ્ટ્રિક્ટ જજ સાથે રાજકોટ બાર એસો.ની બેઠક
રાજકોટ બાર એસો.ના હોદ્દેદારોની ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાથે બેઠક બાદ લેવાયો નિર્ણય
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના નવા કોર્ટ બિલ્ડિંગમાં સિનિયર-જુનિયર વકીલોને બેસવા માટે ટેબલ સ્પેસ, બાર રૂમ સહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત માટે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી, એડવોકેટ સુરેશભાઇ ફળદુ, સેક્રેટરી પી.સી.વ્યાસ, જોઇન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલિયા, મેહુલ મહેતા,પૂર્વ પ્રમુખ અનિલ દેસાઈ, સંજય વ્યાસ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપ પટેલ સહિતના હોદ્દેદારો સોમવારે સાંજે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુવિધા અગ્રવાલ સાથે બેઠક યોજાઇ હતી અને તેમાં પોતાના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.
આ બેઠકમાં રાજકોટના ડિસ્ટ્રિક્ટ જજ આર. ટી.વાછાણી, યુનિટ હેડ બિરેન વૈષ્ણવ પણ ઉપસ્થિત રહ્યા હતા. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલએ રાજકોટ બાર એસોસિએશનના તમામ પ્રશ્નોનો સહાનુભૂતિપૂર્વક નિવેડો લાવવા ડિસ્ટ્રિક્ટ જજ વાછાણીને જવાબદારી સોંપી છે. ડિસ્ટ્રિક્ટ જજ વાછાણી દ્વારા રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારોને બુધવારે મિટિંગ માટે બોલાવવામાં આવ્યા છે જેમાં તમામ પ્રશ્નોનો નિવેડો આવી જાય તેવી પૂરતી શક્યતા છે.
256થી વધુ વકીલે બાર પ્રમુખ અને સેક્રેટરીને લખ્યો પત્ર, પાયાની સુવિધાઓ આપવા કરાઈ રજૂઆત, રાજકોટના નવા કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટન થઈ ગયા બાદ હજુ સુધી વકીલો માટે બાર રૂમ, પીવાના પાણીની સુવિધા સહિતની પાયાની સુવિધા ન હોઈ બારના 256થી વધુ સભ્ય દ્વારા પ્રમુખ અને સેક્રેટરીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જે વકીલોને આજદિન સુધી ટેબલની સુવિધાઓ મળેલ નથી તેવા એડવોકેટ તેમજ જે એડવોકેટ દ્વારા ટેબલની વ્યવસ્થાની માગણી કરેલ નથી તેવા સિનિયર જુનિયર એડવોકેટ માટે મેઇન બાર રૂમની અંદર કોઈ પણ પ્રકારની પાયાની સુવિધાઓ આજ દિન સુધી ઊભી કરવામાં આવેલ નથી હાલમાં રાજકોટ બારને ફાળવેલ જગ્યામાં માત્ર દીવાલો અને સીમિત જગ્યાએ પાર્ટિશન ઊભા કરવામાં આવેલ છે. તારીખ 15-1 ના રોજથી વિવિધ સિવિલ અદાલતની સૂચના મુજબ કોર્ટ કાર્યવાહી નિયમિત રાબેતા મુજબ ચાલુ થશે, તેવા સંજોગોમાં એડવોકેટ માટે તેમજ અસીલો માટે સંપૂર્ણપણે અરાજકતા અને અવ્યવસ્થાની પરિસ્થિતિ નિર્માણ પામે તેમ છે. આવા સંજોગોમાં તમામ પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી હાથ ધરી અવ્યવસ્થાનું નિરાકરણ લાવવા અંતમાં માગણી કરાઈ છે.
વકીલોના પ્રશ્ર્નો અને માગણી
12500 સિનિયર – જુનિયર વકીલોને બેસવા માટે ટેબલ સ્પેસ
2 મેઇન બાર રૂમ, સિવિલ પ્રેક્ટિશનર બાર રૂમ, ક્રિમિનલ પ્રેક્ટિશનર બાર રૂમ, મોટર એક્સિડન્ટ ક્લેમ પ્રેક્ટિશનર બાર રૂમ, ફીમેલ એડવોકેટ બાર રૂમ, સેપરેટરૂમ ફોર વેલ્ફેર, સેપરેટરૂમ ફોર એડવોકેટ ક્લાર્ક, 1500 લોકર
3 લાઇબ્રેરી રૂમ વિથ ફર્નિચર એન્ડ લો બુક્સ, વોટર સેનિટેશન ફેસિલિટી, દરેક માળ પર ડસ્ટબિનની સુવિધા
4 પીવાનું પાણી, વકીલો માટે બેસવાની સુવિધા, કેન્ટીનની સુવિધા, ભોજન માટેનો અલાયદો રૂમ, આખા બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા, કોન્ફરન્સ રૂમ વાપરવાની મંજૂરી, કાયમી ધોરણે 108 ઊભી રાખવાનો પોઇન્ટ, લીગલ રિસર્ચ સેન્ટર, લીગલ એડ ક્લિનિક ક્લાસરૂમ ફોર ટ્રેનિંગ જુનિયર એડવોકેટ, રેક્રીએશન રૂમ