રોગચાળો ફાટી નીકળ્યો માત્ર સિવિલમાંં 450થી વધુ દર્દીઓ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
માણાવદર શહેરમાં એક બાજુ અનેક જગ્યાઓએ ગંદકીના ગંજ જોવા મળે છે તો બીજી તરફ રોગોએ પણ અજગર ભરડો લેતા દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલો જોવા મળી રહી છે.
- Advertisement -
માણાવદર શહેરમાં અનેક જગ્યાએ કચરાઓના ઢગલા અને પાણીના ખાડાઓમાં માખી અને મચ્છરોનો ઉપદ્રવો જોવા મળી રહ્યા છે. તો નગરપાલિકા તંત્ર દ્વારા વરસાદે વિરામ લીધા એને પાંચ દિવસ થઈ ગયા હો છતાં હજુ સુધી શહેરમાં કે ડીડીટી કે દવાનો છંટકાવ ન કરાતા ઝાડા ઉલટી સહિતના રોગોએ માથું ઉચક્યું છે. આજે વાત કરીએ તો માણાવદર સરકારી હોસ્પિટલમાં જ 450 જેટલી ઓપીડી જોવા મળી રહી છે અને આ ઉપરાંત ખાનગીના દવાખાનાઓ પણ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા કેમ હજુ સુધી કે દવાનો છંટકાવ નથી કરવામાં આવી રહ્યો તેવો પ્રશ્ર્ન આમ જનતા માંથી ચર્ચા રહ્યો છે.
માણાવદર નગરપાલિકામાં વર્ષોથી સિનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલી છે ત્યારે તેનો હવાલો બાંટવા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટરને આપવામાં આવેલો છે. તેમજ હાલમાં માખી- મચ્છરનો ઉપદ્રવ ખૂબ જ જોવા મળી રહ્યો છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા ખુલ્લામાં રાખેલા ખાણીપીણીની દુકાનો અને લારીઓમાં પણ તપાસ કરવી જરૂરી છે. આ અંગે ડો. હિમેન અખેડ જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને ખોરાક જન્યો રોગોનું પ્રમાણ વધુ હોય છે ત્યારે જેમાં ઝાડા ઉલટીના કેસો વધુ જોવા મળે છે ખાસ કરીને રોગોનું પ્રમાણ બાળકોમાં વધુ જોવા મળી રહ્યા છે. ત્યારે પાણી પણ ઉકાળીને પીવું, બહારનો ખોરાક લેવામાં કાળજી રાખવી અને માખી- મચ્છરનો ઉપદ્રવના થાય તે માટે વરસાદી પાણીના ખાડઓ ના ભરાય તેની તકેદારી રાખવી જોઈએ તેમજ આ અંગે માણાવદરના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટરને દવાના છંટકાવ ન થતા તે બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે હું તપાસ કરીને આપને કહું છું.