છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
રાજ્યમાં ચોમાસુ શરૂ થયા જ કેટલાક વિસ્તારમાં આ વર્ષની સીઝનનો સારો એવો વરસાદ ખાબક્યો હતો પરંતુ રાજ્યના અન્ય જીલ્લાઓ કરતા સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ઓછો ગુવનું સામે આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લો મુખ્યત્વે ખેતી પર આધારિત છે જેના લીધે અહી વરસાદની સૌથી વધુ જરૂરિયાત ઊભી થાય છે પરંતુ આ વર્ષે વરસાદની સીઝનમાં કોઈ ખાસ દમ નહિ હોવાથી ખેડૂતોને પોતાના વાવેતર માટે હવે ચિંતા વધુલી રહી છે તેવામાં મૂકી પંથકમાં છેલ્લા એકાદ અઠવાડિયા કરતા વધુ સમયથી બે ઇચ કરતા પણ ઓછો વરસાદ હોવાથી રાજ્ય સરકારની સૌની યોજના થકી મૂળી પંથકના આજુબાજુ વિસ્તારોમાં તળાવ ભરાય તેવી ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે
- Advertisement -
સ્થાનિક ખેડૂતોને વરસાદ નહિ હોવાના લીધે કપાસ, એરંડા, મગફળી જેવા પાકો સુકાઇ રહ્યા છે ત્યારે મૂળી પંથકમાં સૌની યોજના થકી પાઇપ લાઇનનું કામ પણ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ હજુ સુધી પાણી શરૂ કરાયું નથી ત્યારે હાલ ખેડૂતોએ વાવેતર કરેલ પણ ટકાવી રાખવા માટે જો સૌની યોજના થકી પાણીના સ્ત્રોત ભરવા આવે તો ખેડૂતોની ડૂબતી નાવડી તારી શકે તેવી સ્થિતિ છે જેને લયુલી પંથકના ખેડૂતોને રાજ્ય સરકારની યોજના થકી તળાવોને પાણીથી ભરવા માટે માંગ કરી છે.