વેરાવળ ડ્રગ્સ કેસમાં મોટા ખુલાસા થયા
જામનગરના જોડીયાનો ઇશાક દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા સૂચનાઓ આપતો: ઇશાક મોરબીના ડ્રગ્સ કેસમાં ફરાર છે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતનો વિશાળ દરિયા કિનારો ડ્રગ્સ માફીઓ ઉપયોગ કરી રહ્યા છે તે સામે આવી રહ્યું છે આ પહેલા પણ દરિયા કિનારે કરોડો રૂપિયનુ ડ્રગ્સના પેકેટ સહીત નશીલા પદાર્થ મળી આવ્યા છે ત્યારે વધુ એક વાર વેરાવળ બંદર નજીકથી 350 કરોડ ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ડ્રગ્સ માફીયામાં ફફડાટ ફેલાયો છે. ગીર સોમનાથના વેરાવળ બંદરેથી ઝડપાયેલા 350 કરોડના ડ્રગ્સ કેસમાં ATS, NDPS, SOG, LCB સહિત એજન્સીઓ દ્વારા સઘન તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.
- Advertisement -
સુરક્ષા એજન્સીઓ દ્વારા બોટના ટંડેલ ધર્મેન્દ્ર કશ્યપની આગવી ઢબે પૂછપરછ કરતાં અનેક ખુલાસા સામે આવી રહ્યા છે. જેમાં આ ડ્રગ્સની ડિલિવરી ઓમાનના મધ દરિયે ફિશિંગ બોટમાં મૂર્તઝા નામના ઈસમ દ્વારા કરાઈ હતી તેમજ આ ડ્રગ્સની વેરાવળ ખાતે ડિલિવરી ક્યાં પહોંચાડવું સહિતની સૂચના ઓ જામનગરના જોડિયાનો ઇશાક નામનો ઈસમ હોવાનું ખુલ્યું છે.આ ઇશાક મીરબીના ડ્રગ્સ કેસમાં ફરાર છે અને હાલ દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા લોકેશન મોકલી સૂચનાઓ આપતો હોવાનો ખુલાસો થયો છે. એફ એસ એલની તપાસમાં આ ડ્રગ્સનો જથ્થો મોર્ફિંન, હેટોઇન અને કોકેઇન પ્રકારનો હોવાનું સામે આવ્યું છે.ધરપકડ કરાયેલા ટંડેલ પાસેથી મળી આવેલ સેટેલાઇટ ફોનના ટેક્નિકલ સર્વેલન્સમાં આ ડ્રગ્સ કેસના તાર વિદેશમાં પણ જોડાયેલા છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના જણાવ્યા મુજબ આ ફોન માં ઇન્ટરનેશનલ કોલીગ અને ફોરેન થો ઇન્ટ્રક્શન થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ તો બોટના ટંડેલ અને ડિલિવરી લેવા આવેલ બન્ને ઈસમો સહિત ત્રણેય આરોપીઓ ને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે વેરાવળ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
રાજ્યમાં ક્રાઇમ પ્રિવેન્શન અને ડિટેક્શન પર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે: ગૃહમંત્રી
- Advertisement -
50 કિલો હેરોઇનનો જથ્થો પકડી લેનાર ગીરસોમનાથ પોલીસને 10 લાખનું ઈનામ
11 જિલ્લાના 18 ગુનામાં વૉન્ટેડ લિસ્ટેડ બુટલેગરને દબોચી લેનાર અમરેલી પોલીસને પાંચ લાખનું ઈનામ
ઈરાનથી દરિયાઈ માર્ગે ગુજરાતના વેરાવળ ખાતે હેરોઇન લાવવામાં આવી રહ્યુ હોવાની બાતમી આધારે ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોદી કાંઠે દરોડો પાડી આશરે રૂ.350 કરોડની કિંમતના હેરોઈન ડ્રગ્સનો 50 કિલોનો જથ્થો પકડી પાડ્યો હતો જેમાં ત્રણ મુખ્ય આરોપી સહિત કુલ 9 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે પ્રસંસનીય કામગીરી સબબ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગીર સોમનાથ પોલીસની કામગીરી બિરદાવી હતી અને રૂ.10 લાખ ઇનામ આપવાની જાહેરાત કરી છે જ્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓના ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ ચાલી રહી છે. આ ડ્રાઇવ દરમિયાન અમરેલી એલ.સી.બી.ની ટીમે રાજ્યના અલગ-અલગ 11 જિલ્લાઓના 18 ગુનાઓમાં વોન્ટેડ અને પ્રોહીબિશન સહિત કુલ 59 ગુનાઓમાં જેની સંડોવણી હતી તે જુનાગઢના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાને મધ્યપ્રદેશના ઉજજૈન શહેર નજીકથી પકડી પાડવામાં સફળતા મળી હોય અમરેલી પોલીસને ગૃહ રાજ્યમંત્રીએ સરાહનીય કામગીરી બદલ રૂ.5 લાખના ઇનામની જાહેરાત કરી છે.