બીજી લહેરમાં ક્ષમતા કરતા વધુ 6 હજાર સુધી બેડ વધારાયા.
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં કોરોના કેસની સંખ્યા અને મોતની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. શહેરમાં આજે સતત ત્રીજા દિવસે કોરોનાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.
રાજકોટમાં કોરોના કેસની સંખ્યા અને મોતની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. શહેરમાં આજે સતત ત્રીજા દિવસે કોરોનાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.
રાજકોટ જિલ્લામાં ગઈકાલે કોરોનાના માત્ર 12 નવા કેસ નોંધાયા છે અને 44 દર્દીઓ સાજા થયા છે. બીજી તરફ રસીકરણ અભિયાનને યોગ દિવસે ભારે વેગ મળ્યો છે. રાજકોટ શહેરમાં 6297 અને ગ્રામ્યમાં 20915 નાગરિકોએ વેક્સિન લીધી છે. રાજકોટ શહેરમાં નવા 9 દર્દીઓ સામે 37 સાજા થયા છે. હવે માત્ર 420 દર્દીઓ જ સારવાર હેઠળ છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 42647 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 420 દર્દી સારવાર હેઠળ છે.
ગઇકાલે સોમવારે 43 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થતા જ હવે બેડની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.રાજકોટમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 3474 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 2462 સહિત કુલ 5936 નાગરિકોએ રસી લીધી છે. બીજી લહેરમાં બેડની અછત ભારે સર્જાઈ હતી અને રાતોરાત બેડ વધારવામાં આવી રહ્યા હતા અને ક્ષમતા 6000 સુધી વધારી દેવાઈ હતી.