નવલખી રોડ પર અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળતા ચકચાર: પોલીસ તપાસમાં વાઈની તકલીફના કારણે મોત થયું હોવાનું બહાર આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી શહેરના નવલખી રોડ પર આવેલા નાળામાંથી આજે સવારે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોના ટોળા એકઠા થયા હતા. મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં મળી આવ્યો હોવાની જાણ થતાં મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
- Advertisement -
પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે તપાસ ચલાવતા ‘એ’ ડિવિઝન પોલીસના કર્મચારી વાલભા ચાવડાએ માહિતી આપી હતી કે, મૃતક યુવાનનું નામ રવિન્દ્ર સોનીયાભાઈ ભુરીયા (ઉં.વ. 33) છે અને તે મૂળ મધ્યપ્રદેશનો વતની હતો. મૃતક માત્ર બે દિવસ પૂર્વે જ મજૂરી કામ અર્થે મોરબી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક યુવાનને વાઈ (ઊાશહયાતુ)ની તકલીફ હતી અને તેને વાઈનો હુમલો આવતા તે કોઈ કારણોસર નાળામાં પડી જતાં તેનું મૃત્યુ થયું છે. મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસે આ બનાવ અંગે નોંધ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



