દીકરો દીકરી એક સમાન…
માતાની અંતિમ યાત્રાને કાંધ આપી અગ્નિદાહ પણ આપ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
દેશમાં પુરુષોની તુલનાએ મહિલા આગળ છે જેને લઇ સરકાર પણ દીકરીઓને વધુ પ્રાધાન્ય આપે છે પરંતુ હજુય કેટલાક વિસ્તારોમાં દીકરો અને દીકરી વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર ખાતે રહેતા એસ.ટી વિભાગના નિવૃત્ત કર્મચારી હસમુખભાઇ રાવલના ધર્મપત્ની મંજુલાબેન રાવલનું કુદરતી અવસાન થયું હતું જે બાદ તેઓની અંતિમ યાત્રામાં પોતાની ત્રણેય દીકરી મીનાક્ષીબેન, રક્ષાબેન અને પ્રજ્ઞાબેન જેદયા હતા અને આ સાથે ત્રણેય દીકરીઓ દ્વારા માતાને અગ્નિદાહ થકી અંતિમ વિદાય પણ આપી હતી.