સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા દૂર થશે: રાજકોટના હીરાસર એરપોર્ટ નજીક બેટી નદી પર ડેમ બનાવવા ધારાસભ્ય ગોવિંદ પટેલની રજૂઆત સફળ, એરપોર્ટ ઓથોરિટીએ NOC આપી
સરકારની મંજૂરી મળતાં જ બેટી નદી પર ડેમ બનાવવાની કામગીરી હાથ ધરાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ઉનાળાના પ્રારંભમાં જ પાણીની સમસ્યા જોવા મળે છે. આથી રાજકોટે નર્મદા નીર પણ નિર્ભર રહેવું પડે છે. ત્યારે રાજકોટ દક્ષિણના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ નજીક નવો ડેમ બનાવવા બે-ત્રણ વર્ષ પહેલા સરકારમાં રજૂઆત કરી હતી. જેને સફળતા મળી છે. અમદાવાદ નેશનલ હાઈવે પર હીરાસર એરપોર્ટ પહેલા બેટી નદી પર ડેમ બનાવવા ગોવિંદ પટેલે કરેલી રજૂઆતને પગલે એરપોર્ટ ઓથોરિટીએ ગઘઈ આપી દીધી છે.
આ અંગે ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને રાજકોટમાં પાણીની અછત છે. સૌરાષ્ટ્રનું ભૂતળ પથરાળ હોવાથી ગમે તેટલો વરસાદ પડે તો પણ આપણે એને રોકી શકતા નથી. આથી બધુ પાણી દરિયામાં જતુ રહે છે. આથી જ્યાં જ્યાં નાના-નાના ડેમ બની શકતા હોય તેવી જગ્યાએ પાણીનો સંગ્રહ કરવા ડેમ બનાવવા જોઇએ. અમદાવાદ નેશનલ હાઇવે પર હીરાસર એરપોર્ટ પહેલા બેટી નદી પર જો નાનકડો ડેમ બને તો નદી પહોળી અને ઊંડી કરી શકાય. જેમાં મોટી માત્રામાં પાણીનો જથ્થો સંગ્રહ થઈ શકે છે. આ સાઈટ ધ્યાનમાં આવતા મેં સરકારમાં માગણી કરી હતી. પરંતુ અત્યારના ગાળામાં એરપોર્ટ ઓથોરિટીને આપણે અરજી કરી હતી. હવે એરપોર્ટ ઓથોરિટીને સરકારે જગ્યા આપી દીધી છે. આથી એરપોર્ટ ઓથોરિટીએ આપણને મંજૂરી અને ગઘઈ પણ આપી દીધી છે. ગઘઈ મળ્યા પછી હવે જે-તે વિભાગ દ્વારા સરકારમાં મંજૂરી માટે રિપોર્ટ મોકલશે. આ મંજૂરી મળ્યા બાદ ડેમ બનાવવાની કામગીરી આગળ વધશે.