ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ઇંગલુપ્પે સીતારામૈયા વેંકટરામૈયાની પુત્રી ન્યાયાધીશ બી.વી. નાગરત્ના
વર્તમાન મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઇ 23 નવેમ્બર 2025ના નિવૃત્ત થશે
24 સપ્ટેમ્બર 2027 થી 29 ઓક્ટોબર 2027 એમ 36 દિવસ સુધી મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.09
દેશની સુપ્રીમ કોર્ટમાં આગામી આઠ વર્ષમાં 8 મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવશે, જો કે ખાસ બાબત એ છે કે 2027માં દેશને પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ મળશે. ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ઇંગલુપ્પે સીતારામૈયા વેંકટરામૈયાની પુત્રી ન્યાયાધીશ બી.વી. નાગરત્ના 24 સપ્ટેમ્બર 2027 થી 29 ઓક્ટોબર 2027 સુધી 36 દિવસના સમયગાળામાં દેશના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે જે દેશ માટે ગૌરવપૂર્ણ બાબત છે. જસ્ટિસ જમશેદ બુર્જોર પારડીવાલા 3 મે, 2028ના રોજ મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. તેમનો કાર્યકાળ સૌથી લાંબો રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આ પદ બે વર્ષ, ત્રણ મહિના અને સાત દિવસ સુધી સંભાળશે, જે ન્યાયાધીશ ચંદ્રચુડ કરતા વધુ છે. સુપ્રીમ કોર્ટને 2033 સુધીમાં એટલે કે આગામી આઠ વર્ષમાં આઠ મુખ્ય ન્યાયાધીશો મળશે. તેમનો કાર્યકાળ 36 દિવસથી લગભગ સવા વર્ષ સુધીનો રહેશે. 23 નવેમ્બર 2025ના રોજ વર્તમાન મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈની નિવૃત્તિ પછી, ન્યાયાધીશ સૂર્યકાંત 9 ફેબ્રુઆરી 2027 સુધી સુપ્રીમ કોર્ટનું નેતૃત્વ કરશે.આ પછી, ન્યાયાધીશ વિક્રમ નાથ 10 ફેબ્રુઆરીથી 23 સપ્ટેમ્બર સુધી કાર્યભાર સંભાળશે અને ત્યાર પછી ન્યાયાધીશ બી.વી. નાગરત્ના મુખ્ય ન્યાયાધીશ બનશે. આ પછી, આગામી સાત મહિના માટે એટલે કે 30 ઓક્ટોબર 2027 થી 2 મે 28 સુધી, જસ્ટિસ પામિદિઘંટમ શ્રી નરસિંહા મુખ્ય ન્યાયાધીશ બનશે.
ન્યાયાધીશ એસએમ સિકરી અને ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિત પછી તેઓ કાયદાના વ્યવસાયમાંથી સીધા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનીને દેશના મુખ્ય ન્યાયાધીશ બનનારા ત્રીજા વ્યક્તિ હશે.ન્યાયાધીશ નરસિંહા પછી, ન્યાયાધીશ જમશેદ બુર્જોર પારડીવાલા 3 મે 2028 ના રોજ મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. ન્યાયાધીશ પારડીવાલાનો કાર્યકાળ ઘણા દાયકાઓમાં સૌથી લાંબો હશે. તેઓ ન્યાયાધીશ ચંદ્રચુડ કરતાં વધુ સમય માટે, એટલે કે બે વર્ષ, ત્રણ મહિના અને સાત દિવસ માટે દેશના મુખ્ય ન્યાયાધીશ રહેશે.11 ઓગસ્ટ 2030 ના રોજ જસ્ટિસ પારડીવાલાની નિવૃત્તિ પછી, 12 ઓગસ્ટ 2030 ના રોજ જસ્ટિસ કે.વી. વિશ્વનાથન મુખ્ય ન્યાયાધીશ બનશે. જસ્ટિસ વિશ્વનાથન આ પદ સાડા નવ મહિના એટલે કે 25 મે 2031 સુધી સંભાળશે. ન્યાયાધીશ વિશ્વનાથન કાયદાના વ્યવસાયમાંથી સીધા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનીને મુખ્ય ન્યાયાધીશ બનનારા ચોથા વ્યક્તિ બનશે.આ પછી, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી 26 મે 2031 થી 2 ઓક્ટોબર 2031 સુધી, એટલે કે ચાર મહિનાથી થોડો વધુ સમય માટે દેશના મુખ્ય ન્યાયાધીશ બનશે. આ પછી, ન્યાયાધીશ વિપુલ મનુભાઈ પંચોલી 3 ઓક્ટોબર, 2031ના રોજ દેશના સર્વોચ્ચ ન્યાયતંત્રનો કાર્યભાર સંભાળશે. ન્યાયાધીશ પંચોલી 27 મે, 2033 સુધી, એટલે કે બે વર્ષ અને 19 મહિનાથી વધુ સમય માટે આ પદ પર રહેશે.
- Advertisement -
સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે પિતા-પુત્રીના નામે એક રેકોર્ડ બનશે
દેશના સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી પિતા અને પુત્ર તરીકે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનવાનો રેકોર્ડ ફક્ત ન્યાયાધીશ યશવંત વિષ્ણુ ચંદ્રચુડ અને તેમના પુત્ર ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચુડનો છે. હવે આ રેકોર્ડ તૂટશે અને પિતા પુત્રીના નામે પણ એક રેકોર્ડ લખાશે. ન્યાયાધીશ બી.વી. નાગરત્ના 24 સપ્ટેમ્બર 2027 થી 29 ઓક્ટોબર 2027 સુધી 36 દિવસના સમયગાળામાં દેશના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે. તે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ઇંગલુપ્પે સીતારામૈયા વેંકટરામૈયાની પુત્રી છે. આ સાથે, પિતા અને પુત્રી દ્વારા દેશના મુખ્ય ન્યાયાધીશની ખુરશી સંભાળવાનો રેકોર્ડ પણ બનશે.
સુપ્રીમ કોર્ટના વર્તમાન ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઇ
ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ : 14 મે, 2025થી 23 નવેમ્બર 2025 સુધી
ન્યાયાધીશ સૂર્યકાંત : 24 નવેમ્બર 2025થી 9 ફેબ્રુઆરી 2027
ન્યાયાધીશ વિક્રમનાથ : 10 ફેબ્રુઆરીથી 23 સપ્ટેમ્બર
ન્યાયાધીશ બી.વી. નાગરત્ના : 24 સપ્ટેમ્બર 2027થી 29 ઓક્ટોબર 2027
જસ્ટિસ પામિદિઘંટમ નરસિંહા : 30 ઓક્ટોબર 2027થી 2 મે 28
ન્યાયાધીશ જમશેદ બુર્જોર પારડીવાલા : 3 મે 2028થી 11 ઓગસ્ટ 2030
જસ્ટિસ કે.વી. વિશ્વનાથન : 12 ઓગસ્ટ 2030થી 25 મે 2031
ન્યાયાધીશ જોયમલ્યા બાગચી : 26 મે 2031થી 2 ઓક્ટોબર 2031
ન્યાયાધીશ વિપુલ મનુભાઈ પંચોલી : 3 ઓક્ટોબર 2031થી 27 મે, 2033
સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં 51 મુખ્ય ન્યાયાધીશ સેવા આપી ચૂક્યા છે, વર્તમાન ન્યાયાધીશ ગવઇ 52માં મુખ્ય ન્યાયાધીશ
1950માં સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા દ્વારા ફેડરલ કોર્ટ ઓફ ઈન્ડિયાને રદ કરવામાં આવી ત્યારથી કુલ 51 મુખ્ય ન્યાયાધીશો આ પદ પર સેવા આપી ચૂક્યા છે. 16મા મુખ્ય ન્યાયાધીશ યશવંત વિષ્ણુ ચંદ્રચુડ સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્ય ન્યાયાધીશ છે, જેમણે સાત વર્ષ (ફેબ્રુઆરી 1978-જુલાઈ 1985) સુધી સેવા આપી હતી, જ્યારે 22મા મુખ્ય ન્યાયાધીશ કમલ નારાયણ સિંહ 1991માં 17 દિવસ સુધી સૌથી ઓછા સમય સુધી સેવા આપી હતી. અત્યાર સુધીમાં, ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોઈ મહિલા સેવા આપી નથી. વર્તમાન અને 52મા મુખ્ય ન્યાયાધીશ બી.આર.ગવઈ છે જેમણે 14 મે 2025ના રોજ કાર્યભાર સંભાળ્યો છે તેમનો કાર્યકાળ 6 મહિનાનો રહેશે જે 23 નવેમ્બર 2025ના રોજ સમાપ્ત થવાનો છે.



