24 કલાકમાં એક હજારથી વધુ વાહન થશે ચાર્જ : માત્ર 30 દિવસમાં આ ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી લોકો પરેશાન થતા ઈલેક્ટ્રિક વાહન તરફ વધ્યા.. ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે ગુરુગ્રામમાં દેશનું સૌથી મોટું ચાર્જિંગ સ્ટેશન બનીને તૈયાર છે. દેશમાં 5 રાજ્યની ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ વધે તેવી શક્યતા છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના કારણે હવે લોકો ઈલેક્ટ્રીક વાહન તરફ આગળ વધી રહ્યા છે.ત્યારે ગુરુગ્રામમાં નવા ચાર્જિંગ સ્ટેશન બનીને તૈયાર છે. ટેકનોલોજીની સાથો-સાથ બિઝનેસ એટલેકે, વ્યવસાયિક દૃષ્ટિકોણથી પણ આ સમાચાર ખુબ મહત્ત્વના કહી શકાય. કારણકે, પેટ્રોલ-ડિઝલ અને સીએનજી બાદ હવે ઈલેક્ટ્રિક વાહનો બજારમાં આવી ગયા છે. તે વાહનોને ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશનો પણ મોટી સંખ્યામાં ઉભા કરવા પડશે. જેનાથી રોજગારી પણ ઉભી થશે. જ્યારે વ્યવસાયકારો આવા ચાર્જિંગ સ્ટેશન પાછળ રોકાણ કરીને સારો એવો નફો પણ મેળવી શકશે.
રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના ગુરુગ્રામમાં ભારતનું સૌથી મોટું ઈલેક્ટ્રિક વાહનનું ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરાયું છે. Alektrifyએ સેક્ટર-86માં ઈલેક્ટ્રિક વાહનનું ચાર્જિંગ સ્ટેશન તૈયાર કર્યું છે.. જેને માત્ર 30 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું છે. નેશનલ હાઈવે ફોર ઈલેક્ટ્રિક વ્હીકલએ માત્ર 30 દિવસમાં આ સ્ટેશન તૈયાર કરી રેકોર્ડ બનાવ્યો છે.
અગાઉ પણ દેશનું સુધીનું સૌથી મોટું ચાર્જિંગ સ્ટેશન ગુરુગ્રામના જ સેક્ટર-52માં જ હતું.. હવે નવું સ્ટેશન બનતા, ગુરુગ્રામમાં દેશના 2 સૌથી મોટા ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન બન્યા છે.
- Advertisement -
DC ચાર્જરથી 1 કલાકમાં થશે ચાર્જ
ઇલેક્ટ્રિક વાહનને AC ચાર્જરથી ચાર્જ કરવામાં 6 કલાકનો સમય લાગે છે, જે એક દિવસમાં 4 વાહનોને ચાર્જ કરે છે… સ્ટેશન પર આ પ્રકારના 95 ચાર્જર રખાયા છે, જે આખા દિવસમાં 570 ટ્રેનોને નોન-સ્ટોપ ચાર્જ કરી શકશે.જ્યારે ઉઈ ફાસ્ટ ચાર્જર એક કલાકમાં કાર ચાર્જ કરી શકે છે અને 24 કલાકમાં 24 કાર ચાર્જ કરી શકે છે.. સ્ટેશન પર આ પ્રકારના 25 ચાર્જર છે જે એક દિવસમાં 600 ઈલેક્ટ્રિક કારને ચાર્જ કરી શકશે.