– NCW એ ફટકારી નોટિસ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નમકના નિવેદન પર કોંગ્રેસના નેતા ઉદિત રાજના ટ્વીટથી રાજકારણમાં હડકંપ થઇ ગયો છે. તેમને એક ટ્વીટમાં કહ્યું કે કોઇપણ રાષ્ટ્રને દ્રૌપદી જેવા રાષ્ટ્રપતિ ન મળવા જોઈએ.
- Advertisement -
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ‘નમક'(મીઠા)ના નિવેદન પર કોંગ્રેસના નેતા ઉદિત રાજના ટ્વીટથી હંગામો મચી ગયો છે. ભાજપે ઉદિત રાજની ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને તેમને અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું. બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, આ પહેલીવાર નથી જ્યારે ઉદિત રાજે આવા શબ્દોનો ઉપયોગ કર્યો હોય. આ તેમની આદિવાસી વિરોધી માનસિકતા દર્શાવે છે.
રાષ્ટ્રપતિ ગુજરાતના પ્રવાસે
હકીકતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તાજેતરમાં ગુજરાતની બે દિવસીય મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેઓ સાબરમતી આશ્રમ પહોંચ્યા અને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી. આ પછી અહીં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું હતું કે દેશનું 76 ટકા મીઠું ગુજરાતમાં બને છે. એમ કહી શકાય કે ગુજરાતનું મીઠું બધા દેશવાસીઓ ખાય છે.
ઉદિત રાજે ટ્વીટ પર શું કહ્યું ?
કોંગ્રેસના નેતા ઉદિત રાજે ટ્વીટ કર્યું કે કોઈ પણ દેશને દ્રૌપદી મુર્મુજી જેવા રાષ્ટ્રપતિ ન મળવા જોઈએ. ચમચાગીરીની પણ મર્યાદા હોય છે. એવું કહેવાય છે કે 70% લોકો ગુજરાતનું મીઠું ખાય છે. જાતે મીઠું ખાઈને જીવન જીવો તો ખબર પડશે. આ પછી ઉદિત રાજે વધુ એક ટ્વિટ કર્યું. તેમણે કહ્યું કે મારું નિવેદન દ્રૌપદી મુર્મુજીનું અંગત છે, કોંગ્રેસ પાર્ટીનું નહીં. દ્રૌપદી મુર્મુને ઉમેદવાર બનાવ્યા અને આદિવાસીઓના નામે વોટ માંગ્યા. રાષ્ટ્રપતિ બન્યા પછી તે આદિવાસી ન રહી? દેશના રાષ્ટ્રપતિ છે તો આદિવાસીઓના પ્રતિનિધિ પણ. રડવું આવે છે જ્યારે લોકો એસસી/એસટીના નામે પદ પર જાય છે અને પછી તેઓ ત્યાં જઈને ચૂપ થઈ જાય છે.
- Advertisement -
द्रौपदी मुर्मू जी जैसा राष्ट्रपति किसी देश को न मिले। चमचागिरी की भी हद्द है । कहती हैं 70% लोग गुजरात का नमक खाते हैं । खुद नमक खाकर ज़िंदगी जिएँ तो पता लगेगा।
— Dr. Udit Raj (@Dr_Uditraj) October 5, 2022
BJP એ કર્યા પ્રહારો
સંબિત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસના નેતા ઉદિત રાજે રાષ્ટ્રપતિ મુર્મુ માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો તે ચિંતાજનક, દુર્ભાગ્યપૂર્ણ છે. આ પહેલીવાર નથી જ્યારે તેણે આવા શબ્દોનો ઉપયોગ કર્યો હોય. અગાઉ કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ પણ આવું જ કર્યું હતું. આ તેમની આદિવાસી વિરોધી માનસિકતા દર્શાવે છે.
After Ajoy Kumar called President Draupadi Murmu as evil & then Adhir Ranjan Chaudhary used the term “Rashtrapatni” now Congress stoops to a new low! Udit Raj uses unacceptable language for the 1st woman Adivasi President!
Does the Congress endorse this insult of Adviasi samaj pic.twitter.com/W0owoqxYHu
— Shehzad Jai Hind (@Shehzad_Ind) October 6, 2022
જિતિન પ્રસાદે પણ આપ્યું નિવેદન
યુપી સરકારમાં મંત્રી જિતિન પ્રસાદે કહ્યું કે ઉદિત રાજ જેવા નેતાઓએ ક્ષુલ્લક રાજકારણથી ઉપર ઊઠીને ભારતના રાષ્ટ્રપતિ પદ માટે થોડું સન્માન દર્શાવવાની જરૂર છે. તેમણે દ્રૌપદી મુર્મુજીને મતભેદો સામે લડવા અને દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચવા અને વર્ષોના સંઘર્ષ માટે ઓળખવાની અને પ્રશંસા કરવાની જરૂર છે.



