પ્રકરણ – 10
ન્યૂઝ ચેનલના રિપોટર્સ હજુ આ ન્યૂઝ બ્રેક કરે તે પહેલા જ તર્પણએ પોતાની જાતે જ પેપર ફોડી નાખ્યું હતું
- Advertisement -
બેઠક છોડતા પહેલા ત્રણેય મિત્રો ફરી એકબીજાને ભેટ્યા હતા. પરંતુ વિવેકને ભેટ્યા પછી તર્પણને આજે પહેલી વખત એવું લાગ્યું કે, આજે ગળે મળવામાં જાણે ઉષ્મા ન હતી. કાર્યાલય છોડી એ પોતાની ગાડીમાં ગોઠવાયો. ઓફલાઈન મોડ પર રાખેલા પોતાના સેલફોનને નોર્મલ મોડ પર કરી તેણે પોતાનું ડેટા કનેકશન ઓન કર્યુ. પોતાના એક્સ એકાઉન્ટમાં જઈ એક ટૂંકી ટવીટ ટાઈપ કરી:
‘દેશને તેના નવા વડાપ્રધાન મળી ગયા છે અને એ હશે પુરૂષોત્તમ પાટિલ! હું તેમને તથા દેશવાસીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવુ છું.’
ન્યૂઝ ચેનલના રિપોર્ટસ હજુ આ ન્યૂઝ બ્રેક કરે તે પહેલા જ તર્પણએ પોતાની જાતે જ પેપર ફોડી નાખ્યું હતું. ન્યૂઝ ચેનલોએ ક્ષણવારનો પણ વિલંબ કર્યા વગર તર્પણની ટવીટને હેડલાઈન બનાવી દીધી હતી. બેઠક ખતમ કરીને તર્પણ ઘર સુધી પહોંચે તે પહેલા જ રાજકીય વર્તુળોમાં અને મીડિયા જગતમાં ખળભળાટ મચી ગયો હતો. કોર્પોરેટ જગતના માંધાતાઓ એકમેકને ફોન કરીને સાંત્વના આપવા માંડયા હતાં. લોકશક્તિ મંચના પ્રવકતાઓ ટેલિવિઝનની ચર્ચામાં વ્યસ્ત હતાં. વિવેકની જગ્યાએ પુરૂષોત્તમ શા માટે એ સવાલ તેમને સતત પૂછાતો હતો. જેનો તેમની પાસે સજ્જડ જવાબ પણ હતો. તેમનું કહેવું હતું કે, ‘પુરૂષોત્તમ પણ એટલો જ સક્ષમ નેતા છે, અમારી પાર્ટીમાં શિસ્તનું પાલન થાય છે, પાર્ટીના નેતા તરીકે તર્પણ શર્માને જે નામ યોગ્ય લાગ્યું તેનો પ્રસ્તાવ તેણે મૂકયો અને પાર્ટીએ તે વધાવી લીધો-આમાં વિવાદને અવકાશ જ નથી!’
જાતજાતની ચર્ચાઓ ચાલી રહી હતી. કોઈ પત્રકાર વળી ‘અંદર કી બાત’ લઈ આવ્યો હતો. અને બેઠકમાં શું થયું તેનો ધૂંધળો અહેવાલ આપી રહ્યો હતો. ઘેર પહોંચતા સુધીમાં તર્પણનો ફોન સતત રણકવા લાગ્યો હતો. એમાંથી બહુ અગત્યના હોય તેવા ફોનકોલ્સ તેણે એટેન્ડ પણ કર્યા. પરંતુ વિવેકની જગ્યાએ પુરૂષોત્તમની પસંદગી વિશે જેટલાએ પૂછયુ તેમાં એક જ જવાબ આપ્યો:
‘બેઉ શ્રેષ્ઠતમ ઉમેદવારો છે. પણ કમનસીબે હું કોઈ એકને જ વડાપ્રધાનની ખુરશી આપી શકું તેમ હતો!’
ઘરે પહોંચ્યા પછી તેણે ટેલિવિઝન ઓન કરવાની તસ્દી ન લીધી. સ્નાનાદિ પતાવી એ પૂજાના ખંડમાં ગયો, ધૂપ-દીપ કરી શ્રદ્ધાભેર તેણે લલિતાત્રિપુર સુંદરીને નમન કર્યા. મનોમન તે બોલ્યો, ‘બુંદ કી ગઈ હોજ સે નહીં આતી એ મને ખ્યાલ છે. પરંતુ સુબહ કા ભૂલા શામ કો ઘર આયા સમજીને મને આશીર્વાદ આપજો.’ પૂજાખંડમાંથી બહાર આવી પોતાના સેલફોનમાં જોયું તો શ્રીકુમાર ચતુર્વેદીનો એસએમએસ આવ્યો હતો: ‘હમણાં જ તારી ટવીટ વાંચી. આઈ એમ ધ હેપ્પીએસ્ટ પર્સન ટુડે, એમ પ્રાઉડ ઓફ યુ. ગોડ બ્લેસ યુ.’
દિવસભરની દોડધામનાં કારણે આજે તર્પણ થાક્યો હતો.
હું ટૂંકમાં કહી દઉં… ફેસબુક પર તમારી પાસેનાં તમામ ફેક આઈડીનો ઉપયોગ કરી પુરૂષોત્તમનાં ભૂતકાળનાં ઉત્તમ કાર્યો, સિદ્ધિઓ વિશે સ્ટેટસ અપડેટ કરાવો…
યાદ રહે કે, આઈટી સેલનાં મોરચે પણ, આપણો વિજય થવો જોઈએ… ‘વી આર બોર્ન ટુ વિન’
- Advertisement -
પાના નં. 2થી ચાલું…
વડાપ્રધાન તરીકે પુરૂષોત્તમની વરણીની પ્રક્રિયા નિપટાવી એ ઘેર આવ્યો ત્યારથી તેને ઘડીની ફુરસત નહોતી. ઘેર પહોંચ્યા પછી તેણે પાર્ટીમાં કેટલાક ટોચનાં નેતાઓને પોતાના બંગલે બોલાવ્યા હતા. આ એ નેતાઓ હતા જે પાર્ટીના આઈ.ટી. સેલની દેખરેખ રાખતા હતા. પવન શેખાવત અને રાજીવ દેસાઈ પાર્ટીની યંગ ટર્કસમાં સામેલ હતા અને નવી પેઢીનાં હોવાનાં નાતે ઈન્ફર્મેશન ટેકનોલોજી પર તેમની હથોટી હતી અને એ તેમનાં રસનો વિષય પણ હતો.
‘યસ. ડીયર! જુઓ, સમય ઓછો છે પરંતુ કેટલીક અગત્યની વાત છે. જે હું ટૂંકમાં કહી દઉં… ફેસબુક પર તમારી પાસેનાં તમામ ફેક આઈડીનો ઉપયોગ કરી પુરૂષોત્તમનાં ભૂતકાળનાં ઉત્તમ કાર્યો, સિદ્ધિઓ વિશે સ્ટેટસ અપડેટ કરાવો. એક આઈડી દ્વારા સ્ટેટસ મૂકાયું હોય તો સો-બસ્સો પ્રોફાઈલમાં એ સ્ટેટસ શેર કરો. મોર્ફ કરેલા ફોટોગ્રાફસ ચોતરફ ફેલાવી દો. ટ્વિટર પર વન-લાઈનર ટાઈપની ટ્વિટ્સનાં ગંજ ખડકી દો. જ્યાં આપણી પાર્ટી વિરૂદ્ધ કે પુરૂષોત્તમ વિરૂદ્ધ કશું લખાય ત્યાં વિવિધ આઈડીની મદદથી તૂટી પડો. સોશિયલ નેટવર્કિંગ સાઈટસ વગેરેનો ઉપયોગ કરવાનાં આ મારા થોડા આઈડીયાઝ છે. તમારા દિમાગમાં અન્ય કોઈ વિચાર હોય તો કહો…’ તર્પણે પવનને અને રાજીવને કહ્યું.
‘યસ! વી કેન ડુ લોટ મોર.’ પવન શેખાવતે જવાબ આપ્યો. ‘આપણી પાસે લગભગ ત્રીસ લાખ કરતાં વધુ મેઈલ આઈડીનો ડેટા છે. આપણી તરફેણમાં કેટલાક ફની-ચોટદાર ઈ-મેઈલ એ બધા આઈડી પર મોકલી શકાય. ફેસબુક વગેરે પર વિવિધ ગૃપનાં પેઈજ હોય છે-લોકપ્રિય ગૃપનાં મેમ્બર્સની સંખ્યા લાખોમાં હોય છે. આ બધા પેઈજ પર આપણે આપણી વાત મૂકીએ તો આપમેળે લાખો લોકો સુધી પહોંચી શકે. વ્હોટ્સએપ જેવી એપ્લિકેશન્સનો પણ એકદમ અસરકારક ઉપયોગ થઈ શકે…’
પવનનાં સૂચનો તર્પણને રસપ્રદ લાગ્યા હતા.
‘ઓકે. ગો અહેડ. પણ યાદ રહે કે, આઈટી સેલનાં મોરચે પણ, આપણો વિજય થવો જોઈએ. વી આર બોર્ન ટુ વિન.’ કહેતા તર્પણે વાત ટૂંકાવી.
શેખાવત અને દેસાઈને વિદાય કર્યા પછી તર્પણે પહેલો ફોન કોલ પુરૂષોત્તમને કર્યો હતો. પુરૂષોત્તમે હજુ ફોન રીસિવ જ કર્યો હતો કે, તર્પણે કહ્યું:
‘યસ! મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર! વઝીર-એ-આઝમ… કેન વી મીટ?’
‘નાઉ?’
‘રાઈટ નાઉ!’
તર્પણ ઉતાવળમાં હતો. પુરૂષોત્તમને પણ નવાઈ લાગી. ‘હજુ થોડા કલાક અગાઉ તો છુટા પડયા હતા…’ પણ તર્પણનો હૂકમ હતો. ટાળવાનું કોઈ કારણ નહોતું. કારણ કે, મળવાનું કોઈ મહાન કારણ હોય તો જ તર્પણ આવા સમયે તેને અચાનક બોલાવે, તે વાત પુરૂષોત્તમ સારી પેઠે જાણતો હતો. પુરૂષોત્તમે જવાબ આપ્યો:
તર્પણ! દોસ્ત… તું વાત શરૂ કરે તે પહેલા તને એક પ્રશ્ર્ન પૂછી લઉં: તને નથી લાગતું કે, વિવેકને તારા નિર્ણયથી માઠું લાગ્યું હશે? આઈ મીન, બધે જ તેનાં નામની ચર્ચા હતી… એવામાં આ વાતથી તેને આઘાત લાગ્યો હોય એ શક્ય છે
હું આ દેશને મેસેજ આપવા માંગતો હતો કે, અહીં દૂધ-દહીંમાં પગ રાખનારા પ્લાસ્ટિકિયા નેતાઓ જ સર્વોચ્ચ પદ પર પહોંચી શકે એવું નથી, તમે સાચી-કડવી વાત કરતા હો તો પણ તમે સ્વીકાર્ય બની શકો છો
પાના નં. 3થી ચાલું…
‘શ્યોર! વિલ લેટ વિવેક નો અબાઉટ અવર મીટિંગ, એન્ડ વિલ આસ્ક હિમ ટુ રીચ એટ યોર પ્લેસ!’
‘નો ડીયર. કશી જ જરૂર નથી. વિવેક સાથે હું પછી વાત કરી લઈશ. અત્યારે માત્ર આપણે બેઉ જ મળીએ છીએ!’
‘ઓકે. એઝ યુ વિશ!’
‘પણ યાદ રહે પુરૂષોત્તમ! ન્યુઝ ચેનલ્સના કેમેરાથી બચતો આવજે. નહિંતર બીજી પળે ટીવી પર બ્રેકિંગ ન્યૂઝ આવવા માંડશે!’ તર્પણે હળવાશથી કહ્યું.
‘શ્યોર… વેસ્ટર્ન કલ્ચરમાંથી આપણે પાપારાઝીઓ પણ ઉઠાવી લાવ્યા છીએ!’ કહી પુરૂષોત્તમે ફોન ડિસ્કનેકટ કર્યો. થોડા જરૂરી કામ પતાવી પુરૂષોત્તમે તર્પણનાં ઘેર જવા માટે એક મિત્રની કાર મંગાવી. મીડિયાના લોકો પુરૂષોત્તમની કારને બરાબર ઓળખતા હતા. શક્ય છે કે, તર્પણના ઘરની બહાર હજુ ઓ.બી. વાન ખડકાયેલી હોય… મિત્રની ગાડીનાં પર્દા લાગેલા હતા. તર્પણ સાથે વાત થયાની લગભગ ત્રીસમી મિનિટે પુરૂષોત્તમની ગાડી નવી દિલ્હીની સડકો પર દોડવા લાગી હતી.
બંગલામાંથી આવેલી સૂચના મુજબ આવનારી ગાડીને સીકયુરિટી ચેકમાંથી મુક્ત રાખવાની હતી. રાતનો સમય હતો, મીડિયાની ચહલપહલ હવે સાવ નહિવત હતી. સરકારનાં નેતા તરીકે કોણ હશે એ જાહેર થઈ ગયા પછી હવે નવા બ્રેકિંગ ન્યૂઝની તેમને અત્યારે ભૂખ નહોતી. રાત્રે ગાય-બળદ જેમ ખોળ-ઘાસ વાગોળે છે તેમ આ ‘બ્રેકિંગ ન્યૂઝ’ને હજુ ખૂબ ચાવવાનાં હતા તેઓ. જ્યાં લગી નવું દાણ ન મળે ત્યાં સુધી આ વાસી બ્રેકિંગ ન્યૂઝને વાગોળ્યા કરવાની મજબૂરી પણ હતી.
ચૂપચાપ પુરૂષોત્તમની ગાડી તર્પણના બંગલામાં દાખલ થઈ ગઈ હતી. ગાડી છેક મેઈન ડોરની નજીક પાર્ક થઈ અને પુરૂષોત્તમ બંગલામાં ઘૂસી ગયો. કમ્પાઉન્ડની મોટાભાગની લાઈટો બુઝાવી દેવાઈ હતી. જરૂર પુરતી બત્તીઓ ઝગમગ થઈ રહી હતી. પરંતુ અર્ધોક કલાક પહેલા બંગલો જે રીતે ઝળાંહળાં થઈ રહ્યો હતો-તેવું અત્યારે ન હતું.
બંગલાની અંદર પુરૂષોત્તમ જેવો પ્રવેશ્યો, તર્પણ તેને ગળે મળ્યો. ‘વેલકમ, ડીયર!’ તર્પણ બોલ્યો. હજુ તો પુરૂષોત્તમ સોફા પર બેસવા જતો હતો ત્યાં જ તર્પણે તેને કહ્યું:
‘અહીંયા નહીં, ભાઈ! અંદર ચાલ!’
પુરૂષોત્તમને એ પોતાનાં સ્ટડીરૂમમાં લઈ ગયો. અગાઉ આવું કયારેય બન્યાનું પુરૂષોત્તમને સ્મરણ નહોતું. ‘એવી તે શી વાત હશે?’ તેનાં મનમાં વિચાર આવ્યો.
‘બેસ, ડીયર! કેટલીક અગત્યની વાત કરવી ન હોત તો તને અત્યારે હેરાન ન કર્યો હોત!’ તર્પણે કહ્યું.
‘ઈટસ ઓકે, દોસ્ત! યુ હેવ ઓલ ધ રાઈટ ટુ ડિસ્ટર્બ મી! આફટર ઓલ, આઈ એમ જસ્ટ અ કિંગ. બટ યુ આર ધ કિંગ મેકર!’ પુરૂષોત્તમે હળવાશથી કરેલી વાતથી બંને ખડખડાટ હસી પડયા.
‘તર્પણ! દોસ્ત… તું વાત શરૂ કરે તે પહેલા તને એક પ્રશ્ર્ન પૂછી લઉં: તને નથી લાગતું કે, વિવેકને તારા નિર્ણયથી માઠું લાગ્યું હશે? આઈ મીન, બધે જ તેનાં નામની ચર્ચા હતી. એવામાં આ વાતથી તેને આઘાત લાગ્યો હોય એ શક્ય છે. તેને કયાંક એવું ન લાગે કે, મારો પણ આ નિર્ણયમાં કોઈ રોલ છે. હું આ નિર્ણય અંગે અગાઉથી જાણતો હતો, એવું પણ કદાચ તેને લાગ્યું હોય…’
પુરૂષોત્તમની વાત તર્પણે ખતમ ન થવા દીધી. વચ્ચેથી જ તેને રોકતા કહ્યું:
‘ઓહ! ફરગેટ ઈટ. આઈ વિલ હેન્ડલ હિમ. ઈટસ નોટ અ બિગ થિંગ! હવે કામની વાત સાંભળજે. તને ખ્યાલ છે: મેં તને શા માટે અત્યારે બોલાવ્યો છે? ત્રણ-ચાર મહત્વની વાત છે. મને ખ્યાલ છે કે, મેં તારા નામનો પ્રસ્તાવ મૂક્યો તેમાંથી તને આશ્ર્ચર્ય થયું હશે. બટ, બીલિવ મી, એવું કરવા પાછળ કોઈ ચોક્કસ પ્રયોજન હતું. દોસ્ત, હું આ દેશને મેસેજ આપવા માંગતો હતો કે, અહીં દૂધ-દહીંમાં પગ રાખનારા પ્લાસ્ટિકિયા નેતાઓ જ સર્વોચ્ચ પદ પર પહોંચી શકે એવું નથી. તમે સાચી-કડવી વાત કરતા હો તો પણ તમે સ્વીકાર્ય બની શકો છો. ભાઈ, આ દેશ ઉંઘી રહ્યો છે. ઘસઘસાટ. તેને જગાડવા માટે આવો ડોઝ જરૂરી હતો. હજુ પણ કેટલાક ડોઝ આપવા પડશે આપણે. આવશ્યકતા પડ્યે સર્જરી પણ કરવી પડશે. જગતની સર્વપ્રથમ સર્જરી આ દેશમાં જ, સુશ્રુતે 2300 પહેલા કરી હતી, એ પછી આપણે શસ્ત્રક્રિયા ભૂલી ગયા છીએ.’
તર્પણની વાત સાંભળીને પુરૂષોત્તમને નવાઈ લાગી રહી હતી. અગાઉ તેણે તર્પણનાં મોઢેથી ક્યારેય આવી વાત સાંભળી નહોતી. પુરૂષોત્તમને લાગ્યું કે જાણે તેનાં આત્માએ તર્પણના ખોળિયામાં પરકાયાપ્રવેશ કર્યો હોય!
આર યુ ધ સેઈમ તર્પણ? તું એ જ છે જે મારો મિત્ર છે, જેને હું દાયકાઓથી ઓળખું છું? ડબલ રોલવાળી ફિલ્મમાં બનતું હોય છે તેમ ક્યાંક કિશનની જગ્યાએ કનૈયા કે રામની જગ્યાએ શ્યામ તો ગોઠવાઈ ગયો નથી ને!
પાના નં. 4થી ચાલું…
પુરૂષોત્તમની સામે ઉભો રહી અન્ય કોઈ પુરૂષોત્તમ જાણે પુરૂષોત્તમનાં મનની વાત કરી રહ્યો હોય એવો એ અહેસાસ હતો. પુરૂષોત્તમ કોઈ પ્રતિક્રિયા આપવાનું વિચારે તે પહેલા તર્પણે કહ્યું:
‘જંપવાનું નથી, ભાઈ! આગલા એક વર્ષનો એજન્ડા તને કહી દઉં. એ એજન્ડા મુજબનાં લક્ષ્યો કોઈપણ સંજોગોમાં પાર પાડવાનાં છે…’
એ પછીની લગભગ એકાદ કલાક સુધી તર્પણ બોલતો રહ્યો અને પુરૂષોત્તમ સાંભળતો રહ્યો. તર્પણનું દરેક વાક્ય તેને માટે આશ્ર્ચર્ય લઈને આવતું હતું. એકાદ કલાક પછી જયારે તર્પણે બહાદૂરને કોફીનો હૂકમ કર્યો, પુરૂષોત્તમને કળ વળી:
‘આર યુ ધ સેઈમ તર્પણ? તું એ જ છે જે મારો મિત્ર છે, જેને હું દાયકાઓથી ઓળખું છું? ડબલ રોલવાળી ફિલ્મમાં બનતું હોય છે તેમ ક્યાંક કિશનની જગ્યાએ કનૈયા કે રામની જગ્યાએ શ્યામ તો ગોઠવાઈ ગયો નથી ને!’ પુરૂષોત્તમે હળવાશથી પુછયું.
‘ના, પુરૂષોત્તમ! તું જે તર્પણને ઓળખે છે તેનું મુંબઈની જાહેરસભામાં જ અવસાન થઈ ગયું હતું!’ તર્પણે પણ લાઈટ મૂડમાં જવાબ આપ્યો.
‘આર યુ શ્યોર? આ બધું આપણાં માટે આસાન હશે? આઈ મીન, તારો આ એજન્ડા… એ સાંભળીને જ મને તો ચક્કર આવે છે. બીલિવ મી, હું આ સાંભળીને જેટલો ખુશ થયો છું એટલો અગાઉ ક્યારેય નહોતો. પણ મારા મનમાં શંકાઓ છે… કેન વી ડુ ધેટ?’ પુરૂષોત્તમએ પૂછયું.
‘યસ. વી કેન. એન્ડ ઓન્લી વી કેન. આપણાં સિવાય કોઈ જ નહીં કરી શકે. કોઈ જ નહીં કરે. સત્તા એ આપણું એકમાત્ર ધ્યેય કયારેય નથી રહ્યું. એટલે જ આપણે કરી શકીશું. અને પ્રયત્ન નહીં કરીએ તો એ વાતનો તાગ પણ નહીં મળે કે, આપણે કરી શકીએ તેમ છીએ કે નહીં. આ આપણી જાતની પણ કસોટી છે. સફર મેં ધુપ તો હોગી… પણ ચાલવું એ આપણું મુકદર છે!’
‘ઓકે, તર્પણ! હું તારી સાથે છું. ઈન ફેકટ, હું તો હંમેશા આવું ઈચ્છતો હતો. પરંતુ આજે પ્રથમ પગલું માંડવાનું છે તો થોડું ક્ધફયુઝન થાય છે. બટ, આઈ એમ રેડી.’
‘ગ્રેટ! મને ખ્યાલ જ હતો, તારા સ્ટેન્ડ વિશે. હવે એ કહે, શપથવિધિ ક્યાં રાખીશું? કંઈ સ્પેશિયલ કરીએ… એ પણ મેસેજ આપવાનું સારૂં માધ્યમ હશે!’
રાત્રે પલંગ પર પડતાં પહેલા તર્પણે ફરી પોતાનું ટ્વિટર એકાઉન્ટ ખોલ્યું અને ટ્વિટ કરી: ‘અમે શપથવિધિ માટે કશુંક નવતર વિચાર્યું છે. અયોધ્યાનાં રામમંદિરમાં યોજાશે સમારોહ!’ તેની આ ટવિટનું શું પરિણામ આવવાનું હતું એ તે બરાબર જાણતો હતો. પોતાનો મોબાઈલ તેણે ઓફફલાઈન મોડ પર મૂક્યો અને તેની સોન્ગ લાયબ્રેરીમાં જઈ ‘ધૃપદ’નું ફોલ્ડર સિલેકટ કર્યું. ઉમાકાંત-રમાકાંત ગુંદેચા તથા રાજન-સાજન મિશ્રાનાં કસાયેલા કંઠે વહેતી થયેલી સૂરોની ગંગામાં એ ભીંજાઈ ગયો હતો.
સવારે જાગીને તેણે આંખો ચોળતા ટીવી ઓન કર્યુ. ન્યૂઝ ચેનલ્સ પર રાજકીય પંડિતો કહી રહ્યા હતા કે, ‘લોકશક્તિ મંચનું આ પગલું તેમનાં માટે જોખમી પૂરવાર થશે.’ દેશના જાણીતા સેકયુલર બદમાશોએ ટવિટ કરી હતી કે, ‘તર્પણનું આ પગલું તો દેશના સેક્યુલર સ્ટ્રકચર પર ગંભીર પ્રહાર સમાન છે, તેનાંથી આ આખું સ્ટ્રકચર ડગમગી જશે!’ પુરૂષોત્તમે પણ ટવિટ કરી હતી: ‘આઈ એમ હેપ્પી. અગાઉ મોરારજી દેસાઈએ રાજઘાટ પર શપથવિધિ સમારોહ યોજ્યો હતો. ફરી એક ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે’ બધું જ જાણે તર્પણની લખેલી સ્ક્રિપ્ટ મુજબ ચાલી રહ્યું હતું.
આજે રાષ્ટ્રપતિની શુભેચ્છા મુલાકાતે અને અધિકૃત પત્ર સોંપવા જવાનું હતું. નિત્યક્રમ પતાવી તેણે કેટલાંક પેન્ડિગ કામ હાથ પર લીધા. પુરૂષોત્તમને તેણે સૌપ્રથમ ફોન જોડ્યો.
‘યસ ડીયર! ગુડ મોર્નિંગ! બે અગત્યનાં કામ હતા, પુરૂષોત્તમ. એક તો, મંત્રાલયોની ફાળવણી માટે તું એક કાચી યાદી તૈયાર કરી રાખજે. તારી દૃષ્ટિએ ક્યું ખાતું કોને ફાળવવું એ સહજે વિચારી લેજે. બીજું, શપથવિધિનાં સ્થળ વિશે આજે પણ ચર્ચા ગરમ રહેશે. પાર્ટીના પ્રવકતાઓએ ક્યા મુદ્દા ટીવી વગેરે પર રજૂ કરવા તેનાં વિશે તેમને સ્હેજ બ્રિફ કરી દેજે.’ પુરૂષોત્તમને જરૂરી સૂચનાઓ આપીને તર્પણે ફોન કાપ્યો.
આજે બપોરે બે વાગ્યે રાષ્ટ્રપતિની એપોઈન્ટમેન્ટ હતી. પક્ષનાં ટોચનાં નેતાઓ તેમને મળવા જઈ રહ્યા હતા. અગિયારેક વાગ્યે તર્પણનાં મોબાઈલ પર વર્માજીનો કોલ આવ્યો હતો:
‘કેન યુ કમ ટુ ‘ભારતદર્શન’ એટ ફાઈવ ટુડે? વોન્ટ ટુ મીટ યુ…’
‘શ્યોર, અન્કલ! આઈ વિલ બી ધેર’
રાષ્ટ્રપતિની શુભેચ્છા મુલાકાત વગેરેની ફોર્માલિટી પતાવી તર્પણ પછી વિવેકને લઈને જ વર્માજીનાં ફાર્મ હાઉસ પર જવા નીકળી ગયો.
રાત્રે પલંગ પર પડતાં પહેલા તર્પણે ફરી પોતાનું ટ્વિટર એકાઉન્ટ ખોલ્યું અને ટ્વિટ કરી: ‘અમે શપથવિધિ માટે કશુંક નવતર વિચાર્યું છે. અયોધ્યાનાં રામમંદિરમાં યોજાશે સમારોહ!’ તેની આ ટવિટનું શું પરિણામ આવવાનું હતું એ તે બરાબર જાણતો હતો
તમારી આ વાત હું યાદ રાખીશ પરંતુ તેનો અમલ નહીં કરૂં! રસ્તાની વચ્ચે વાહન ચલાવવામાં વધુ જોખમ છે, કોઈ એક સાઈડ પસંદ કરવી પડે છે આપણે
પાના નં. 5થી ચાલું…
પુરૂષોત્તમ પોતાનાં ઘેર પહોંચી ગયો હતો. આજે વર્માજી પોતાનાં કર્ણાટક કોટેજમાં બિરાજી રહ્યાં હતાં. તર્પણને તેમણે આવકાર્યો. પાર્ટીના ભવ્ય વિજયની વાતો, મીડિયા કવરેજ, પીપલ્સ પાર્ટીનો રકાસ… આ બધી બાબતોની થોડી ચર્ચા પછી વર્માજી મુદા પર આવ્યા:
‘આર યુ શ્યોર, તર્પણ… પુરૂષોત્તમ આ જવાબદારીને સફળતાથી નિભાવી શકશે! આઈ મીન ટુ સે, હી ઈઝ એન એગ્રેસિવ મેન. એ ક્યારેય બહુ કડવો બની જાય છે અને અગણિત બાબતો અંગેનું તેનું આકરૂં સ્ટેન્ડ આ સરકાર માટે મુસીબત નોતરશે. એવું તને શું નથી લાગતું?’
વર્માજીની જગ્યાએ દુનિયાનો સૌથી ભલો બાપ હોત તો પણ તેણે પોતાનાં પુત્ર માટે આટલું લોબીઈંગ તો કર્યું જ હોત. તર્પણને તેમની વાતમાં કશું ય અજુગતું ન લાગ્યું, અહીં આવતાં પહેલા તેને આછો-પાતળો અંદાજ હતો જ કે, વર્માજી કઈ વાત કરવા તેને બોલાવ્યો હતો.
‘યસ! એવું લાગે જ છે કે મુશ્કેલીઓ ઉભી થવાની જ છે. પુરૂષોત્તમનું આકરૂં વલણ ઘણી જગ્યાએ નડી શકે છે. પણ મારો વિશ્ર્વાસ કરો, ફાયદાઓ પણ ઓછા નહીં થાય. મને લાગે છે કે, આકરૂં-સખ્ત વલણ ધરાવતા નેતાની દેશને આવશ્યકતા છે.’ તર્પણએ પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ વર્માજીને સમજાવવા પ્રયત્ન કર્યો.
તર્પણની દલીલની કોઈ ખાસ અસર ભગવતિચરણ વર્મા પર થઈ હોય તેવું લાગતું નહોતું. પોતાની વાત તેમણે આગળ ચલાવી:
‘સખ્ત વલણની કઈ બાબતમાં જરૂર છે, તર્પણ? તું કોર્પોરેટ સેકટર વિશેનાં તેનાં અભિપ્રાયો, અણગમો નથી જાણતો શું? એ સ્ટેન્ડ અકબંધ રહેશે તો કોર્પોરેટ ક્ષેત્રની હાલત શી થશે?’
જિંદગીમાં પહેલી વખત વર્માજીની વાત સાંભળીને તર્પણને ક્રોધ ચડ્યો હતો. તેનું અંગઅંગ ધ્રુજવા લાગ્યું હતું. મહામહેનતે તેણે પોતાનાં ગુસ્સા પર કાબૂ મેળવ્યો અને બોલ્યો:
‘વિથ ડયુ રીસ્પેક્ટ આઈ શુડ સે… કોર્પોરેટ જગતને બાદ કરીએ તો પણ એક ભારત વસે છે આપણે ત્યાં. અને એ ભારત બહુ વિશાળ છે. તેની પોતાની જરૂરતો છે, સ્વપ્નો છે, શક્તિ છે અને એમનાં અધિકારો છે. એ અધિકારો-જે બંધારણે તેમને આપ્યા છે. આ દેશમાં જયારે ‘તાતા’ કે ‘રિલાયન્સ’ જૂથનું અસ્તિત્ત્વ નહોતું તે દિવસે પણ ભારત ધબકતું હતું. આપણી સરકાર કોર્પોરેટસનો અવગણના નહીં કરે પરંતુ છેલ્લા બે દાયકામાં જેવી કોર્પોરેટ ડ્રિવન સરકારો સત્તાનશીન થઈ છે, તેવી આ સરકાર નહીં હોય!’
વર્માજીએ ઘાટઘાટનાં પાણી પીધા હતા અને તેઓ સોળેય સરાવી ને બેઠા હતા. તર્પણના અવાજમાં રહેલી સખ્તાઈ અને મક્કમતા પારખવામાં તેમને વાર ન લાગી. આમ પણ તેઓ તર્પણના સ્વભાવથી સારી રીતે પરિચિત હતા. તેનાં પર કોઈ આધિપત્ય જમાવી ન શકે એ વાસ્તવિકતા તેમનાંથી છાની નહોતી. જિંદગીના દરેક ક્ષેત્રમાં એ હંમેશા ડોમિનેટિંગ રહ્યો હતો. વર્માજીએ ખૂલાસો કરવો પડયો:
‘દોસ્ત, મારી વાતનો મર્મ તું સમજ્યો નહીં. રાજકારણીઓની ભાષામાં કહું તો, તે મારા નિવેદનનું ખોટું અર્થઘટન કર્યુ!’-કહેતા તેઓ હળવું હસ્યા અને પોતાની વાત આગળ ચલાવી:
‘હું હંમેશા એવું ઈચ્છીશ કે, તમારી સરકાર દરેક વર્ગ માટે ઉમદા કાર્યો કરનારી હોય. મારી શુભકામનાઓ તમારી સાથે જ છે અને રહેશે. પણ મારી સલાહ માનતો હોય તો એટલી વાત યાદ રાખજે: મધ્યમમાર્ગે ચાલવું!’
‘અન્કલ, તમારી આ વાત હું યાદ રાખીશ પરંતુ તેનો અમલ નહીં કરૂં! રસ્તાની વચ્ચે વાહન ચલાવવામાં વધુ જોખમ છે. કોઈ એક સાઈડ પસંદ કરવી પડે છે આપણે. અને આજકાલ તો રસ્તાની મધ્યે ડીવાઈડર હોય છે, તેની પર ચાલીએ તો ક્યાંય ન પહોંચીએ. હું રોડ ટુ નોવ્હેરનો મુસાફર નથી, જે રસ્તો ક્યાંય ન લઈ જતાં હોય અને માત્ર ગોળગોળ ફેરવ્યા કરતો હોય તેનાં પર શા માટે ચાલવું?’ તર્પણે ટોન ડાઉન કરી હળવાશથી, સ્મિત કરીને પોતાની વાત મૂકી.
‘દોસ્ત, તારી પેલી પેઈનકિલર દવાઓની સાથે તું આજે ફિલોસોફીની ગોળીઓ ગળીને નથી આવ્યો ને!’ વર્માજીએ પૂછયું અને બધા ખડખડાટ હસી પડ્યા. અત્યાર સુધી ચૂપ બેસી રહેલો વિવેક પોતાની ખુરશી પરથી ઊભો થયો અને તેણે તર્પણનાં ખભા પર હાથ મૂક્યો. પોતાના પિતાને તેણે કહ્યું:
‘ડેડ, આઈ કેન એશ્યોર યુ, તર્પણ ક્યારેય કશું નબળું વિચારી જ ન શકે!’
‘પપ્પાના દીકરા! તર્પણ માટે મારે તારા સર્ટિફિકેટની જરૂર ક્યારથી પડવા માંડી?’ ફરી બધા હસી પડ્યા. જો કે, આજે આ મહેફિલ બહુ લાંબી ન ચાલી. બે દિવસ પછી શપથવિધિ સમારોહ હતો, રાત થોડી અને વેશ ઝાઝેરાં હતા. વર્માજીને પગે લાગી તર્પણે ત્યાંથી વિદાય લીધી. પરંતુ તેની વિદાય પછી વર્માજી વિચારે ચડ્યા હતા:
‘આ તર્પણ શર્મા તો અસલ ગાંધીવાદી હતો, હજુ હમણાં સુધી એ ગાંધીના રંગે રંગાયેલો હતો… પણ એ આજે એવું લાગ્યું જાણે સુભાષવાદી, સાવરકરવાદી કે ભગવતસિંહવાદી બની ગયો હોય…’ ભગવતિચરણ વર્માએ ખૂબ વિચાર્યુ. પરંતુ તેમને આ અચાનક પરિવર્તન પાછળનો ભેદ સમજાયો નહીં. સમજાય પણ કયાંથી! એ રહસ્ય માત્ર તર્પણ શર્મા જાણતો હતો. માત્ર તર્પણ શર્મા. બીજું કોઈ જ નહીં!
ક્રમશ: