સિરમ ઈન્સ્ટીટ્યુટ અને ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા એક ખાસ કાર્યક્રમમાં આ QHPV વેક્સિન લોન્ચ કરવામાં આવી
સર્વાઈકલ કેન્સર (ગર્ભાશય કેન્સર)સામે લડતી ભારતની પહેલી સ્વદેશી વેક્સિન QHPV લોન્ચ થઈ ગઈ છે. સિરમ ઈન્સ્ટીટ્યુટ અને ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા એક ખાસ કાર્યક્રમમાં આ વેક્સિન લોન્ચ કરવામાં આવી હતી. અત્યાર સુધી તો સર્વાઈકલ કેન્સર (ગર્ભાશય કેન્સર)ના કેન્સર સામે લડતી ભારતની પોતાની કોઈ વેક્સિન નહોતી. પરંતુ હવે પહેલી વાર ભારતે સર્વાઈકલ કેન્સર (ગર્ભાશય કેન્સર) સામે લડતી પોતાની વેક્સિન બનાવી લીધી છે.
- Advertisement -
દેશમાં બ્રેસ્ટ કેન્સર પછી સર્વાઈકલ કેન્સર એ મહિલાઓમાં બીજા નંબરે છે. આ કેન્સરથી પીડિત મોટાભાગની મહિલાઓ એડવાન્સ સ્ટેજ પર સારવાર માટે ડોક્ટરો પાસે પહોંચે છે, જેના કારણે દર્દીનો જીવ બચાવવો ક્યારેક મુશ્કેલ બની જાય છે. હવે ભારતને સર્વાઇકલ કેન્સર સામે પ્રથમ QHPV મળી છે. આ રસી આજે લોન્ચ કરવામાં આવી છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આ રસી લોન્ચ કરી છે. આ રસીના આગમનથી સર્વાઇકલ કેન્સરની રોકથામમાં ઘણો ફાયદો થશે.
Historic milestone in Preventive Healthcare,under leadership of PM Sh @NarendraModi.
India’s first indigenously developed Quadrivalent Human Papillomavirus vaccine (qHPV) against Cervical Cancer launched by Department of Biotechnology under Union Ministry of Science & Technology pic.twitter.com/EItvwgVX9J
— Dr Jitendra Singh (@DrJitendraSingh) September 1, 2022
- Advertisement -
રસીની કિંમત કેટલી હશે ?
રસીની કિંમતો પર SIIના CEO અદાર પૂનાવાલાએ કહ્યું છે કે, અમે તેની કિંમત આગામી થોડા મહિનામાં જાહેર કરીશું. તે 200-400 રૂપિયાની આસપાસ હશે. અમે નિર્માણ અને ભારત સરકાર સાથે ચર્ચા કર્યા પછી આ અંગે અંતિમ નિર્ણય લઈશું. આ રસી આગામી થોડા મહિનામાં ઉપલબ્ધ થશે. પહેલા આપણે આપણા દેશને આપીશું અને પછી દુનિયાને આપીશું. 2 વર્ષમાં 200 મિલિયન ડોઝ બનાવવાની તૈયારી છે.
આ તરફ નિષ્ણાતોએ આશા વ્યક્ત કરી છે કે, રાષ્ટ્રીય એચપીવી રસીકરણ વ્યૂહરચનામાં તેનો અમલ કરવામાં આવશે. હાલમાં વિશ્વભરમાં સર્વાઇકલ કેન્સર માટે બે રસીઓ છે. પ્રથમ QHPV રસી છે અને બીજી બાયબેલેંટ રસી છે. જે રસી સીરમે તૈયાર કરી છે. તે હેપેટાઇટિસ B રસી જેવી જ VLP પર આધારિત છે. ડોકટરોનું કહેવું છે કે, આ રસી આવવાથી સર્વાઈકલ કેન્સરને રોકવામાં મદદ મળશે અને આ કેન્સરથી થતા મૃત્યુમાં ઘટાડો થશે.
Delhi | India has come out with the first indigenously developed vaccine for cervical cancer, prevalent among women of the younger age group. Thanks to PM we can now afford to look for preventive healthcare. This vaccine will be affordable: Union Minister Jitendra Singh pic.twitter.com/3Wa6OnDK7b
— ANI (@ANI) September 1, 2022
ક્યારે મળી હતી મંજૂરી ?
જુલાઈમાં ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે સર્વાઇકલ કેન્સર સામે દેશની પ્રથમ QHPVના વિકાસને મંજૂરી આપી હતી. રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથે પણ રસી પરના ક્લિનિકલ ટ્રાયલ ડેટાની સમીક્ષા કર્યા પછી QHPV રસીને મંજૂરી આપી હતી. જૂનમાં, DCGI ની નિષ્ણાત સમિતિએ 9 થી 26 વર્ષની વયની સ્ત્રીઓ માટે સર્વાઇકલ કેન્સર માટે qHPV રસીની ભલામણ કરી હતી. NTADIના અધ્યક્ષ ડૉ.એન.કે. અરોરા કહ્યું હતું કે, સર્વાઇકલ કેન્સર પર આ રસી ખૂબ જ અસરકારક છે અને દીકરીઓને આ રસી લગાવવાથી કેન્સરથી બચી શકાશે. ડો. અરોરાએ જણાવ્યું હતું કે, 90 ટકા કેસોમાં સર્વાઇકલ કેન્સર HPV વાયરસથી થાય છે અને આ રસી આ વાયરસને ખતમ કરી દેશે.