શ્રમિક યુવાનના મોતને અકસ્માતમાં ખપાવી દેવા જરાય ખચકાટ નહીં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
સુરેન્દ્રનગર જિલ્લામાં ધમધમતી કોલસાની ખાણોમાં અનેક શ્રમિકો મોતને ઘટ ઉતર્યા છે. આ તમામ મોત પામનાર શ્રમિકોના માત્ર ગણ્યા ગાઠયા મજૂરોના મોતનો મામલો સામે આવ્યો છે અને ફરિયાદો પોલીસ ચોપડે થઈ છે બાકી મોટા ભાગના મજૂરોના અંતિમ ઘડીએ તો પરિવારના સભ્યોને પણ મોઢું જીવાણુ નશીબ નથી થયું. આ પ્રકારે વધુ એક કિસ્સો મૂળી તાલુકાના અસુન્દ્રાળી ગામે પણ બન્યો હતો જેમાં રવિવારે મોડી સાંજે કોલસાની ગેરકાયદેસર ખાણમાં થાનગઢના ખાખરાથળ ગામનો શૈલેષ રંગપરા નામનો ત્રીસ વર્ષીય નવયુવાન પર ભેખડ ધસી પડતાં મોતને ભેટ્યો હતો યુવાનનું મોત થતાં દર વખતની માફક કહેવાતા ખનિજ માફીયાઓ પણ ખરેખર માનવ વધ કરનારા રાક્ષસોની ટુકડી તુરંત સક્રિય થઈ હતી અને સૌ પ્રથમ મૃતકની લાશને ખાણમાંથી બહાર કાઢી અજ્ઞાત સ્થળે કલાકો સુધી રાખી મૃતકના પરિવારજનો સાથે સંપર્ક કરી મોતનો સિદો મળ્યો હતો જે બાદ ત્રણ લાખ રૂપિયા જેવી નજીવી કિંમત આપી પરિવારને પોલીસ નિવેદનમાં મોતનો બનાવ અકસ્માતમાં ખપાવવા રહી કર્યા હોવાની પણ ચર્ચા છે પરંતુ જો અકસ્માત જ થયું હોય તો પી.એમ પણ જરૂરી છે પરંતુ સ્થાનિક પોલીસ પણ બીજી કોઈ મગજમારી ન કરે તે માટે કાળા કોલસાની કમાણીનો થોડો હિસ્સો ત્યાં પણ ફેંકી દેવાયો હતો અને અંતે મૃતક યુવાનની લાશને મોડી રાત્રે અગ્નિ સંસ્કાર કરી મામલો રફેદફે કર્યો હોવાનું સામે આવ્યું છે. આ તમામ ઘટના વચ્ચે વધુ એક પરિવારને પોતાના નવયુવાનને તો ખોઈ બેઠા પરંતુ રૂપિયાના જોરે પરિવારને દબાવવાનો પણ પ્રયત્ન થયો હતો જ્યારે આ સમગ્ર પ્રકરણ બાદ મૂળી તાલુકાના રામકુભાઈ કરપડા દ્વારા પોલીસ અને ખનિજ માફીયાઓ સામે અનેક કટાક્ષ
કર્યા હતા.



