મંદિરની ગ્રાઉન્ડ વોલનું કામ 50 ટકા પૂરું : રામમંદિર નિર્માણ સમિતિની બેઠક મળી, જેમાં નિર્માણ કાર્યોની સમીક્ષા થઈ
ખાસ-ખબર ન્યૂઝ અયોધ્યા, તા.6
રામમંદિર નિર્માણ સમીતીની બે દિવસીય બેઠક મંદિર પરિસરમાં એલએન્ડટી કાર્યાલયમાં મળી હતી. જેની અધ્યક્ષતા મંદિર નિર્માણ સમીતીના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રે કરી હતી. બેઠકમાં નૃપેન્દ્ર મિશ્રે મંદિરમાં નિર્માણ કાર્યોની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે નૃપેન્દ્ર મિશ્રે રામમંદિર અને પરિસરમાં ચાલી રહેલા બધા પ્રકલ્પોનું ભૌતિક નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું હતું કે રામમંદિરનું નિર્માણ ડિસેમ્બર 2024 સુધીમાં જો પુરું ન થયું તો ત્રણ મહિનાનો સમય વધારવાનો આવશે. તેમણે જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ વોલનું કામ પણ 50 ટકા પૂરું થઈ ગયું છે.
- Advertisement -
ગ્રાઉન્ડ વોલમાં દેવી-દેવતાઓના મંદિરની સાથે માતા અન્નપૂર્ણાના મંદિરનું પણ નિર્માણ થઈ રહ્યું છે. જેમાં રામલલાનો ભોગ બનશે અને ત્યાં ભોગ રામલલાને લગાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ વોલના નિર્માણ કાર્યમાં ઝડપ લાવવાના નિર્દેશ અપાયા છે. બેઠકમાં એન્જીનીયરોએ પ્રેઝન્ટેશનથી મંદિર નિર્માણ માટે ચાલી રહેલા કાર્યોની પ્રગતિ નૃપેન્દ્ર મિશ્રને બતાવી હતી.
રામ મંદિરનો નકશો ઠીક નથી, બેકાર છે : સપા નેતા રામગોપાલ યાદવનું વિવાદિત નિવેદન
સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવે રામ મંદિર અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. રામગોપાલ યાદવે રામ મંદિર પર ટિપ્પણી કરતા કહ્યું કે, રામ મંદિર બેકાર છે. મંદિર આવી રીતે નથી બનતું. રામ મંદિરનો નકશો ઠીક નથી. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઠીક નથી બનાવવામાં આવ્યું. આ અગાઉ રામ નવમીના અવસર પર સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રોફેસર રામ ગોપાલ યાદવે એક મોટું નિવેદન આપ્યું હતું. એક સવાલના જવાબમાં ભાજપ પર પ્રહાર કરતા રામ ગોપાલ યાદવે કહ્યું હતું કે, રામ નવમીની ઉજવણી હંમેશા ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવે છે. કેટલાક લોકોએ રામ નવમીને પેટન્ટ કરાવી લીધી છે. આ તેમનો વારસો નથી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, કરોડો લોકો હજારો વર્ષોથી રામ નવમીની ઉજવણી કરતા આવ્યા છે અને આ દેશમાં માત્ર એક જ રામ મંદિર નથી. તેમણે અધૂરી પ્રાણ પ્રતિષ્ઠા કરી છે અને શંકરાચાર્ય તેની વિરુદ્ધ હતા. ભાજપને સજા કરશે. મેં ક્યારેય કોઈની પૂજા નથી કરી. હું દેખાડો નથી કરતો. હું ભગવાનનું નામ લઉં છું પરંતુ પાખંડી નથી. પાખંડી લોકો આ બધું કરે છે. ભગવાન રામ આ લોકોને દંડિત કરશે.