કર્નલ પુરોહિતે કોર્ટમાં કહ્યું-UP સરકારના ઈશારે અઝજએ કર્યા હતા ટોર્ચર, નામ લેવાનું નાખ્યું
હતું દબાણ
હિંદુ નેતાઓને ફસાવવાની આ બાબત નવી નથી, આ પહેલા પણ માલેગાંવ કેસના એક સાક્ષીએ પણ આવી જ વાત કહી હતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.10
કોર્ટની એક સુનાવણી દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. જે અનુસાર મહારાષ્ટ્ર એટીએસ તત્કાલીન સાંસદ યોગી આદિત્યનાથ, વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકોને આતંકી કેસમાં ફસાવવા માંગતી હતી. આ માટે તેણે માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ટ્રાયલનો સામનો કરી રહેલા લેફ્ટનન્ટ કર્નલ શ્રીકાંત પ્રસાદ પુરોહિતને ટોર્ચર કર્યા હતા. બોમ્બ વિસ્ફોટોની જવાબદારી લેવા માટે એટીએસ સતત તેમને ટોર્ચર કરતી હતી. કર્નલ પુરોહિતે કહ્યું કે મહારાષ્ટ્ર એટીએસ તેમને તેમના ઈન્ટેલિજન્સ મિશન વિશે તમામ માહિતી જણાવવા માટે કહી રહી હતી. આ તમામ ખુલાસા કર્નલ પુરોહિતે કોર્ટ સમક્ષ કર્યા છે. કર્નલ પુરોહિતે બુધવારે (8 મે, 2024) મુંબઈની કોર્ટમાં જણાવ્યું હતું કે, મારી સાથે એવી રીતે વ્યવહાર કરવામાં આવ્યો જે કોઈ પ્રાણી સાથે પણ કરવામાં આવતો નથી. મારી સાથે યુદ્ધ કેદી કરતાં પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું. હેમંત કરકરે, પરમબીર સિંહ અને કર્નલ શ્રીવાસ્તવ આગ્રહ કરતા રહ્યા કે માલેગાંવ બોમ્બ વિસ્ફોટ માટે મારે મારી જાતને જવાબદાર ગણાવવી જોઈએ. તેમણે મને છજજ, ટઇંઙના વરિષ્ઠ નેતાઓ અને ઉત્તર પ્રદેશના તત્કાલીન સાંસદ યોગી આદિત્યનાથના નામ લેવા કહ્યું. તેઓએ મને 3 નવેમ્બર 2008 સુધી ટોર્ચર કર્યો હતો.
કર્નલ પુરોહિતે કહ્યું કે આ બધું તત્કાલીન યુપીએ સરકાર અને રાજ્યની કોંગ્રેસ-એનસીપી સરકારના ઉદ્દેશ્ય પર તેમના લક્ષ્યોને પૂર્ણ કરવા માટે કરવામાં આવ્યું હતું. તેણે તેની ધરપકડ અને માલેગાંવ કેસમાં કહ્યું છે કે બધુ પૂર્વ આયોજિત રીતે થયું હતું. કર્નલ પુરોહિતે કોર્ટને કહ્યું, કરકરે અને પરમબીર સિંહ તેમના ગુપ્તચર નેટવર્ક વિશે માહિતી આપવા માટે મારા પર વારંવાર દબાણ કરી રહ્યા હતા. આ લોકો મને મારા બાતમીદારોની યાદી આપવાનું કહેતા હતા જેમણે મને આતંકવાદી સંગઠનો જઈંખઈં, ઈંજઈં અને ડો. ઝાકિર નાઈકની ગતિવિધિઓ શોધવામાં મદદ કરી હતી. મેં મારું નેટવર્ક જાહેર કરવાનો ઇનકાર કર્યો કારણ કે તે મને સ્વીકાર્ય ન હતું.