ગાળા પાસેની ફેકટરીમાંથી ડ્રગ્સ બનાવવા માટેનો 1700 કિલો પાવડર અઝજ ટીમે કબ્જે કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત અઝજ દ્વારા ગત 16 ઓગસ્ટના રોજ વડોદરાના સાવલી તાલુકાના મોકસી ગામની સીમમાં આવેલી નેક્ટર કેમ નામની ફેક્ટરીમાંથી 225 કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. સમગ્ર કેસ મામલે એટીએસ દ્વારા કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જે આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, સીન્થેટીક માદક પદાર્થ બનાવવા માટે આરોપી મહેશના કહેવાથી આરોપી દિલીપ વધાસીયાએ પિયુષ પટેલ તથા મહેશનો સંપર્ક મોરબીના ગાળા ગામ નજીક આવેલ સિરામિક રો મટીરીયલની ફેક્ટરીના માણસો સાથે કરાવ્યો હતો ત્યારબાદ પિયુષ પટેલ તથા મહેશ ધોરાજીએ મોરબીની વ્રજ ઈન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાં પેસ્ટીસાઈડ બનાવવાની આડમાં અલ્પાઝોલમ નામનો માદક પદાર્થ બનાવવાનું શરૂ કર્યું હતું.
- Advertisement -
આ માદક પદાર્થ અલ્પાઝોલમ બનાવવા માટેની પ્રક્રિયા કુલ સાત સ્ટેજની હોય છે જે પૈકી પકડાયેલ આરોપીઓએ શરૂઆતના બે સ્ટેજની પ્રક્રિયા પૂર્ણ કરી હતી જેના પરિણામ સ્વરૂપે ઈન્ટરમિડિયેટ કેમીકલ પાઉડર 2-અમિનોક્લોરો બેન્ઝોફિનોલ બન્યું હતું જે મોરબીની ફેક્ટરીના ગોડાઉનમાં રાખ્યું હોવાની માહિતી મળી હતી જે માહિતી આધારે અઝજની ટીમે મોરબી ખાતે આવેલ કેમીકલ ફેક્ટરીના ગોડાઉનમાં રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધરી ઈન્ટરમિડિયેટ કેમીકલ પાઉડર 2, અમિનો-5, ક્લોરો બેન્ઝોફિનોલનો 1700 કિલોગ્રામ જથ્થો જેની કિંમત રૂપિયા 34 લાખ થાય છે તે રીકવર કરી સીઝ કરવામાં આવ્યું હતું જે સીઝ કરેલા કેમીકલની ઋજક દ્વારા તપાસ કરવામાં આવશે.