પીડિત પરિવારોની માંગણીઓને લઇ કોંગ્રેસ લડી લેવાના મૂડમાં
ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જિજ્ઞેશ મેવાણી, વિમલ ચુડાસમા સહિત અનેક ધારાસભ્યો, નેતાઓ હાજર રહેશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મુદે પીડિત પરિવારોની માંગણીઓને લઇ કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા અલગ-અલગ કાર્યક્રમો દ્વારા સરકારને જગાડવા લડી રહી છે. છેલ્લા 15 દિવસથી જિજ્ઞેશ મેવાણી સહિત અનેક પ્રદેશના નેતાઓએ રાજકોટમાં ધામા નાખીને અનેક મિટીંગો, પત્રિકા વિતરણ તેમજ ત્રણ દિવસીય પ્રતિક ઉપવાસ કાર્યક્રમ યોગ્ય હતા તેમ છતાં કોંગ્રેસનું કહેવું છે કે પીડિત પરિવારોની માંગણીઓ હજુ સ્વીકારાય નથી જેથી આવતીકાલે 15 જુનના પીડિત પરિવારોને સાથે રાખી કોંગ્રેસના આગેવાનો, સાંસદો, ધારાસભ્યો સહિત 1500 કાર્યકરો પોલીસ કમિશનર ઓફીસનો ઘેરાવનો કાર્યક્રમનો કોલ આપ્યો છે અને 25મી જૂન રાજકોટ બંધનું એલાનનો કોલ આપ્યો છે. તેઓની મુખ્ય માંગ છે કે જઈંઝમાં નોનકરપ્ટેડ અને બાહોશ અધિકારીને નિમણૂક કરો, પીડિત પરિવારોને 1 કરોડની સહાય, 1 વર્ષમાં આ કેસની ટ્રાઈલ પૂરી થાય તે માટે કેસને ફાસ્ટટ્રેકમાં ચલાવવા માંગ કરવામાં આવી છે.
વધુમાં ગઈકાલે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે પ્રેસ કોન્ફરન્સ કરી એસઆઈટી ઉપર આક્ષેપ કરતાં કહ્યું હતું કે હાલ રાજકોટ પોલીસની જે એસઆઈટીમાં જે અધિકારીઓ છે તેમણે અગ્નિકાંડના 24 કલાક પહેલાં રાજકોટમાં એક જગ્યાએ જુગારની એક રેડ કરી 3 કરોડનો તોડ કર્યો હતો અને જે અધિકારીઓ દારૂ-જુગારમાંથી હપ્તાઓ ખાય છે તે આવા ગંભીર કેસોની પારદર્શકતાથી તપાસ કરે ખરા? મેવાણીના આક્ષેપોએ રાજકોટમાં ગરમાવો ઉભો કર્યો છે.
અગ્નિકાંડ મુદ્દે આવતીકાલે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમાં ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જિજ્ઞેશ મેવાણી, વિમલ ચુડાસમા સહિતના અનેક નેતાઓ અને ધારાસભ્યો હાજર રહેશે.