બેંક ખાતાઓ ફ્રીઝ કરવાના નિર્ણય સામે કોંગ્રેસ પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી
લોકસભા ચૂંટણી પહેલા બેંક ખાતા ફ્રીઝ કરવાના મુદ્દે કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ તરફ હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે, કોંગ્રેસે હવે આ મામલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. બેંક ખાતાઓ ફ્રીઝ કરવાના નિર્ણય સામે કોંગ્રેસ પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
- Advertisement -
"IT dept froze our account in seven-year-old case": Congress' Ajay Maken lashes out over frozen bank accounts
Read @ANI Story | https://t.co/FLbaKI2XgP#ITDepartment #Congress #AjayMaken #BJP pic.twitter.com/w6zZDg9me2
— ANI Digital (@ani_digital) March 21, 2024
- Advertisement -
બેંક ખાતા ફ્રીઝ કરવા સામે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. કોંગ્રેસે ગુરુવારે લોકસભા ચૂંટણી પહેલા બેંક ખાતાઓ ફ્રીઝ કરવાના મુદ્દે કેન્દ્રની મોદી સરકાર પર મોટો હુમલો કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેથી લઈને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટીના ખજાનચી અજય માકન સુધીના અન્ય દિગ્ગજ નેતાઓએ આવકવેરા વિભાગની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. સોનિયા ગાંધીએ કહ્યું કે સૌથી જૂની પાર્ટીની કમર તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે.