જાહેર ટોયલેટ કોઈપણ સમયે ધ્વસ્થ થવાના એંધાણ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
થાનગઢ શહેરના પીપળાવાળા ચોક વિસ્તારમાં આવેલ જાહેર ટોયલેટ છેલ્લા કેટલાય સમયથી અતિ જર્જરિત હાલતમાં હોવાનું નજરે પડે છે જેમાં આ ટોયલેટના પાછળના ભાગે દીવાલ લગભગ જમીનદોષ થાય તેવા એંધાણ વર્તાય છે છતાં પણ સ્થાનિક તંગી દ્વારા આ જર્જરિત ટોયલેટને મોટી દુર્ઘટના થવાને લીધે ખુલ્લું રાખવામાં આવ્યું છે. કોઈપણ સમયે આ ટોયલેટ સ્વસ્થ થાય તો અંદર ગયેલા લોકોને નુકશાન થાય તેવી સ્થિતિ છે. જેના લીધે સ્થાનિક લોકો દ્વારા આ અંગે અનેક વખત તંત્રને જાણ કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા નથી ટોયલેટને બંધ કરવામાં આવતું કે જર્જરિત હોવા છતાં તેને પાડવામાં આવતું જેના લીધે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે જાહેર ટોયલેટની બંધ કરવાની માંગ કરવામાં આવી છે.