રાજ્ય સરકારનાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, અને નિયામક, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત રાષ્ટ્રિય કક્ષા ખડક ચઢાણ શિબિર તા.20 થી 26 ફેબ્રુ. દરમિયાન ગિરનારનાં દુર્ગમ વિસ્તારોમાં યોજાઇ હતી. ગિરનારનાં દુર્ગમ પહાડો પર જ્યાં ખડક ચઢાણની પ્રવૃતિઓ થઇ શકે તેવી જગ્યાઓ પર ગુજરાતની ભાવી યુવા પેઢી પ્રકૃતિનાં સંરક્ષણની સાથે સાથે પર્વતારોહણમાં પોતાની ક્ષમતા નિખારી શકે અને રાજ્ય, દેશનો આદર્શ નાગરિક તૈયાર કરવાના હેતુ સાથે દર વર્ષે આ શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ શિબિરમાં ગુજરાતના 26, રાજસ્થાનના 02, આંધ્રપ્રદેશ 01, જમ્મુ કાશ્મીર 01 શિબિરાર્થી ભાઇઓ અને બહેનોએ ભાગ લીધેલ હતો. જેમાં 25 ભાઇઓ અને 5 બહેનો જોડાયા છે.છત્તીસગઢ રાજ્યના પ્રથમ મહિલા એવરેસ્ટર નૈનાસિંઘ ધાકડ એ સાહસ ક્ષેત્રે વધુમાં વધુ મહિલાઓ ની ભાગીદારી , ગ્રામીણ વિસ્તાર ના યુવાઓ જોડાય તે માટે અપીલ કરી હતી .એન ડી વાળા જિલ્લા યુવા વિકાસ અધિકારીએ રમત ગમત અને સાહસિક પ્રવૃત્તિ ની જીવન માં જરૂરિયાત ની સમજ આપી. કર્નલ સી એસ પૌલ એ અનુશાસન, સમય પાલન, દેશ સેવા, જીવનના મહત્વ વિશે માહિતી આપી સૌ ને પ્રોત્સાહિત કર્યા હતા.
ચોથી રાષ્ટ્રીય કક્ષા ખડક ચઢાણ શિબિરનો સમાપન સમારોહ યોજાયો

Follow US
Find US on Social Medias