DCP ઝોન-1,2 અને ટ્રાફિક પણ લોકોના પ્રશ્ર્નો સાંભળશે
નાગરિકોની સુવિધા માટે પહેલ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં પોલીસ વિભાગને લગતા પ્રશ્નોની રૂબરૂ રજૂઆત કરવા આવતા નાગરિકો માટે પોલીસ કમિશનરે સપ્તાહમાં બે દિવસ સુનિશ્ચિત કર્યા છે. ઉપરાંત નાયબ પોલીસ અધિક્ષકોને પણ મળવા માટેના દિવસો જાહેર કરાયા છે. નાગરિકોની સુવિધા તથા પોલીસ વિભાગ વધુ લોકાભિમુખ તે માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કેટલીક વખત પોલીસ વડા અન્ય ફરજમાં રોકાયેલા હોવાના કારણે નાગરિકોને મુલાકાતમાં અગવડતા પડતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
આથી આ અગવડતા નિવારવા માટે પોલીસ કમિશનરે સોમવાર, બુધવાર અને શુક્રવારના દિવસે અરજદારોને રૂબરૂ સાંભળવા માટે આયોજન કર્યું છે. સોમ અને શુક્રવારે બપોરે 12થી 2 અને બુધવારે સાંજે 4થી 5 લોકોને મળશે. અધિક પોલીસ અધિક્ષક મંગળ, ગુરૂ અને શનિવારે જ્યારે ઉઈઙ ઝોન-1 સોમવાર અને ગુરૂવાર, ઉઈઙ ઝોન-2 મંગળ અને શુક્ર, ઉઈઙ ટ્રાફિક બુધવાર અને શનિવારે લોકોને રૂબરૂ મળશે.