નેપાળમાં એક ન્યાયિક પંચે આ મહિનાની શરૂઆતમાં જનરલ ઝેડ વિરોધના ઘાતક દમનની તેની તપાસના ભાગરૂપે ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલી, ભૂતપૂર્વ ગૃહ પ્રધાન રમેશ લેખક અને અન્ય ત્રણ ભૂતપૂર્વ અધિકારીઓના પાસપોર્ટ જપ્ત કરવાની ભલામણ કરી છે
દરમ્યાન ૮ સપ્ટેમ્બરે ભડકેલા આંદોલન પછી કેપી શર્મા ઓલીએ પ્રથમવાર જાહેર મંચ પર વાપસી કરી છે. ઓલીએ યુવા સંગઠનના કાર્યક્રમમાં હાજરી આપી જેને તેમની પાર્ટીમાં ફરી યુવાઓ સાથે જોડાણ સાધવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
- Advertisement -
ન્યાયિક આયોગે ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખક, ભૂતપૂર્વ વડા પ્રધાન શેરબહાદુર દેઉવા તેમજ પૂર્વ વિદેશ મંત્રી આરજૂ દેઉવાના પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. આયોગે સ્પષ્ટતા કરી છે કે તપાસ પૂરી થાય ત્યાં સુધી આ પ્રતિબંધ જારી રહેશે.
ઉલ્લેખનીય છે કે નેપાળમાં જેન-ઝી આંદોલન દરમ્યાન થયેલી હિંસામાં વીસથી વધુ યુવા પ્રદર્શનકારીઓના મોત થયા હતા તેમજ અનેક ઘાયલ થયા હતા. આ ઘટનાએ દેશમાં રાજનીતિક તેમજ સામાજિક સ્તર પર ભારે ઉથલપાથલ સર્જી હતી.
દરમ્યાન ઓલીએ રાજીનામુ આપ્યા પછી પ્રથમવાર જાહેર મંચ પર હાજરી આપી હતી. તેઓ શનિવારે પાર્ટીના છાત્ર સંગઠન રાષ્ટ્રીય યુવા સંઘના કાર્યક્રમમાં ભક્તપુર પહોંચ્યા હતા. હિંસક પ્રદર્શનો પછી ઓલીએ ૯ સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી પદ છોડી દીધું હતું. ત્યાર પછી તેઓ જાહેરમાં નહોતા દેખાયા. ઓલીએ જણાવ્યું કે હાલની જેન-ઝી તરીકે ગણાતી સરકાર બંધારણીય નથી તેમજ જનતાના મતથી પણ નથી બની. તેને તોડફોડ અને હિંસાથી બનાવવામાં આવી છે. ઓલીએ દાવો કર્યો હતો કે તેમણે પોલીસને આંદોલનકારીઓ પર ગોળી ચલાવવાનો આદેશ નહોતો આપ્યો, છતાં જનતા તેમના પર ક્રોધે ભરાઈ હતી.
- Advertisement -
ઓલીને શરૂઆતમાં નેપાળ આર્મી કેમ્પમાં રાખવામાં આવ્યા હતા અને પછી તેમને એક અસ્થાયી ઘરમાં શિફ્ટ કરાયા હતા. હવે પાર્ટીની બેઠક પછી તેઓ ફરી જાહેરમાં આવ્યા છે. માનવામાં આવે છે કે તેઓ યુવાઓ સાથે ફરી જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે.