ધ્રુસ્કે-ધ્રુસ્કે રડતાં કાનાબારની ‘મને એકલો મૂકી દો’ની વાત સૂચક
એકેડેમિક ઑફિસર ચંદ્રેશ કાનાબાર બેભાન: હૉસ્પિટલ ખસેડવા પડ્યા
- Advertisement -
અગાઉ પણ ચંદ્રેશ કાનાબારની તબિયત ત્રાસના કારણે બે વખત કથળી હતી
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ભીમાણીનું એકચક્રી શાસન અને અધિકારીઓને સતત દબાણમાં રાખવાની દબાણનીતિની પરાકાષ્ટારૂપ ઘટના આજે બની છે. કુલપતિ ડો. ભીમાણીના સતત માનસિક ત્રાસના કારણે એકેડેમિક ઓફીસર ચંદ્રેશ કાનાબારની તબિયત લથડતાં દોડધામ મચી ગઈ હતી. કાનાબારને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
યુનિવર્સિટીમાં આજે સિન્ડિકેટની બેઠક છે, જેની તૈયારીમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગો કાર્યરત હતા ત્યારે જ કુલપતિ ડો. ભીમાણીના સતત માનસિક ત્રાસ અને કામના ભારણના કારણે એકેડેમિક ઓફીસર ચંદ્રેશ કાનાબારની હાલત કથળી હતી. મને એકલો છોડી દો, તેવા શબ્દો સાથે ધ્રુસ્કે-ધ્રુસ્કે રડતાં ચંદ્રેશ કાનાબારની હાલત વધુ કથળતા તાત્કાલિક સાથી કર્મચારીઓ અને સિન્ડિકેટ સભ્યો દ્વારા હોસ્પિટલે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કામનું ભારણ અને માનસિક ત્રાસના કારણે આ પહેલાં પણ એકેડેમિક ઓફીસર ચંદ્રેશ કાનાબાર બે વખત આવી પરિસ્થિતિનો ભોગ બની ચૂક્યા છે.
- Advertisement -
યુનિવર્સિટીમાં ભીમાણીરાજના પ્રારંભથી જ કર્મચારીઓની હાલત કફોડી બનવા લાગી છે. કારણ વગર નાના-મોટા કર્મચારીઓને સરાજાહેર ઉંચા અવાજે ખખડાવવા, મહિલા કર્મચારીઓની પણ આમાન્યા ન રાખવી, થોડા મોડા આવનાર કર્મચારીઓનો પણ પગાર કાપી લેવો, કોઈ કારણ વગર મોટાભાગના કર્મચારીઓની વિવિધ વિભાગોમાં આડેધડ બદલીઓ કરી નાખવી જેવી ઘટનાઓથી કર્મચારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કુલપતિ ડો. ભીમાણીના ત્રાસના કારણે અમુક કર્મચારીઓ નોકરી છોડવા પણ વિચારી રહ્યાનું સંભળાય છે ત્યારે આ સુપરવીસી ડો. ભીમાણી ઉપર લગામ લાગે તેવું સંનિષ્ઠ કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે.
કર્મચારીઓને દબાવવામાં કુલપતિ ડૉ.ભીમાણી માહેર
યુનિવર્સિટીમાં ડો. ભીમાણી શાસનના પ્રારંભ સાથે જ કર્મચારીઓ માટે ‘બૂરે દિન’ની શરૂઆત થઈ છે. મોટી સંખ્યામાં પ્લેસમેન્ટ કર્મચારીઓને છૂટા કરી દઈને તેમની રોજીરોટી ઉપર પાટુ માર્યા બાદ સંતોષ ન થયો હોય તેમ કર્મચારીઓની મનફાવે તેમ બદલીઓ કરીને સમગ્ર વહિવટ ગોટે ચડાવી દેવામાં આવ્યો છે. કુલપતિ ડો. ભીમાણીને નાથવામાં નહીં આવે તો ભારે અરાજકતા સર્જાવાની અને સામુહિક રાજીનામા પડવાની દહેશત પણ જોવાય રહી છે. શિક્ષણ જગતના હિતમાં શિક્ષણ મંત્રી દરમિયાનગીરી કરે તેવું શિક્ષણવિદ્દો ઈચ્છી રહ્યા છે.
કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીનાં ત્રાસ અને શોષણનો ભોગ બનેલાઓ તથા સૌરાષ્ટ્ર યુનિ.નાં કથળેલાં વહીવટથી પીડિતો ‘ખાસ-ખબર’નો 76982 11111 પર સંપર્ક કરે