ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા શહેર ભાજપ પ્રમુખના રહેણાક નજીક છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી અને ગટરના ગંદા પાણીનો ભરાવો જોવા મળે છે. શહેર પ્રમુખ અહીંથી દરરોજ દિવસમાં ચાર વખત નીકળે છે છતાં પણ પોતાના પક્ષનું શાસક ધરાવતી નગરપાલિકા શહેર પ્રમુખના રહેણાક મકાન નજીક ગંદા પાણીનો નિકાલ કરી શકી નથી તો અન્ય સામાન્ય લોકોને શું ખાક સુવિધા આપશે ?’
શહેર પ્રમુખના વિસ્તારમાં જ છેલ્લા અઠવાડિયાથી ગંદા પાણીનો ભરાવો
