ધુમાડામુક્ત કરવા અને પર્યાવરણ સુધારણાના હરિયાળા વિચાર સાથે તંત્રનું વધુ એક પગલું
અન્ય 26 બસ આવતાં બે મહીનામાં દોડાવાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટને ધુમાડામુક્ત કરવા અને પર્યાવરણ સુધારણાના હરિયાળા વિચાર સાથે રાજકોટના રાજમાર્ગો પર આવતાં અઠવાડિયાથી 24 ઈલેકટ્રીક બસો દોડાવવામાં આવશે તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું.
- Advertisement -
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બસને લીલીઝંડી આપી હતી. પૂર્વ મનપા કમિશનર ઉદિત અગ્રવાલના કાર્યકાળ દરમિયાન 24 જેટલી બસો રાજકોટ માટે આવી હતી. આમ મનપા દ્વારા કુલ 50 બસો લાવવામાં આવશે જેમાંથી 24 બસો આવતાં અઠવાડિયામાં અને અન્ય 26 બસોની કામગીરી ચાલુ હોય તેને આવતા બે મહીના સુધી રાજકોટના માર્ગો પર દોડાવવામાં આવશે. આમ 24 જેટલી બસોના થંભી ગયેલા પૈડાં હવે અંતે આવતા અઠવાડિયામાં શરૂ થશે. કરોડોના ખર્ચે આ પ્રદૂષણમુક્ત બસો શરૂ કરવામાં આવનાર છે તેવું અંતમાં ખાસ-ખબર સાથેની વાતચીત દરમિયાન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું.