મનપા દ્વારા બહેનોને મમતા કાર્ડ આપવામાં આવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
શિવરાત્રિનાં મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી નાના ધંધાર્થીઓ આવે છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં આરોગ્ય વિભાગની ટીમ ભવનાથ ક્ષેત્રમાં ફરી અહીં ધંધો કરવા આવેલા પરિવારના બાળકોને મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત રસી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત બહારથી આવેલા બહેનોને મમતા કાર્ડ આપવામાં આવ્યા હતા. મેળા દરમિયાન કોરોનાની રસીના કેમ્પ પણ કરવામાં આવશે તથા કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે.