શિવમ્ ગૃપનું સતત 10મા વર્ષે સફળતાપૂર્વક આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શિવમ્ ગૃપ દ્વારા સંચાલિત શ્રી બાલા હનુમાન ગરબી મંડળનું સંપૂર્ણ પારિવારીક તેમજ આધ્યાત્મીક વાતાવરણ વચ્ચે સતત 10માં વર્ષે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ છે. શિવમ્ ગૃપ દ્વારા સતત 10 માં વર્ષે નવરાત્રિમાં ગરબીનું આયોજન કરેલું, તેમાં બાળાઓને માતા સ્વરૂપે રાસ રમાડીને માતાજીની આરાધના કરી હતી. જેમાં પૂજારા પ્લોટ વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં હોશભેર ભાગ લઈને માંની આરાધના કરેલ. ગરબી મંડળ દ્વારા બાળાઓને સતત 10 માં વર્ષે સોનાની લ્હાણી આપવામાં આવેલ છે. આ ગરબી મંડળની એક વિશેષ ખાસિયત છે, કે ગરબી મંડળ દ્વારા 10 વર્ષથી ફક્ત અને ફક્ત સોનાની જ લ્હાણી કરાય છે,
- Advertisement -
તેમજ રોજ બરોજ અવનવી લ્હાણી અને વિવિધ નાસ્તાઓનું પણ આયોજન રાખવામાં આવેલ હતું તથા ગરબી મંડળ દ્વારાઆરતી ડેકોરેશન સ્પર્ધા તેમજ રાસ ગરબા સ્પર્ધા પણ યોજવામાં આવેલ હતી. તેમાં વિજેતાઓને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવેલા તેમજ અન્ય વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરી સંપૂર્ણ પારીવારીક માહોલ સાથે નવરાત્રીનું આયોજન પુર્ણ કરવામાં આવ્યું હતું. આ આયોજનને સફળ બનાવવામાં શિવમ્ ગૃપના શ્રી કુલદીપસિંહ પરમાર, વિપુલ પટેલ, ધવલ જોષી, અતુલ કારીયા, સંજય ધીણોજા, ગૌરવ સોલંકી, જયેશ ઉદેશી, પંકજ પરમાર, જયદેવ શીશાંગીયા, મધુબા પરમાર, કુસુમબેન ચૌહાણ, શિવરાજસિંહ પરમાર, હર્ષિલ જોષી, યશ ચાવડા, મિલન પાલા સહિત અન્ય લોકો જહેમત ઉઠાવી હતી.