ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી આજે નિવૃત્ત થશે. ત્યારે ગુજરાત હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે એ.જે.દેસાઇની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી આજે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. તેમના સન્માનમાં હાઇકોર્ટમાં ફૂલ કોર્ટ ફેરવેલનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, રાષ્ટ્રપતિએ હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે એ.જે.દેસાઇ (આશીષ જીતેન્દ્ર દેસાઈ)ની નિમણૂંક કરી છે. આ અંગે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજુએ ટ્વીટના માધ્યમથી માહિતી આપી હતી.
- Advertisement -
17 ફેબ્રુઆરીએ કરાઈ હતી નિમણૂંક
ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂંક કરવામાં આવતા મુખ્ય ન્યાયાધીશની જગ્યા ખાલી પડતા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ સોનિયાબેન ગોકાણીની 17 ફેબ્રુઆરીએ નિમૂણંક કરાઈ હતી. જોકે, સોનિયાબેન ગોકાણી વય મર્યાદાના કારણે આજે નિવૃત થઈ રહ્યા છે. તેઓ માત્ર 15 દિવસ સુધી ચીફ જસ્ટિસ તરીકે સેવા આપી શક્યા છે.
સોમવારે ચાર્જ સંભાળશે એ.જે. દેસાઈ
ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણીની નિવૃત થતાં ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે એ.જે.દેસાઇની નિમણૂક કરાઈ છે. હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ એ.જે. દેસાઇ સોમવારે ચાર્જ સંભાળશે. તેઓ મૂળ વડોદરાના છે.