રાજકોટ જિલ્લાના લેન્ડ ગ્રેબિંગ અંગેના ૪૦ કેસોની સમીક્ષા – ૪ કેસમાં એફઆઈઆર કરાશે
રાજકોટ – ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ, ૨૦૨૦ હેઠળ રજૂ થયેલ અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે આજરોજ તા. ૨૫-૦૮- ૨૧ના રોજ કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને એક કમિટીની બેઠક મળી હતી.
- Advertisement -
આજની મીટિંગમાં લેન્ડ ગ્રેબિંગ અંગેના ૪૦ કેસોની સમીક્ષા કરવામાં આવી હતી. ૩ કેસ પૂર્તતા માટે પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. જયારે ૩૩ કેસ તપાસીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. જમીન પચાવવા અંગે ૪ કેસમાં જવાબદાર ઈસમો સામે એફ.આઈ.આર. કરવા નિર્ણય લેવામાં આવ્યો હોવાનુ વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.