કેન્દ્ર સરકારે 156 દવાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ કૉકટેલ દવાઓ છે જે સામાન્ય રીતે ઘરોમાં પણ રાખવામાં આવે છે. સરકારે જે દવાઓ પર બેન લગાવ્યો છે, તેમાં લાંબા વાળ કરવાની દવા, સ્કિનકેર, મલ્ટી વિટામિન સહિત કેટલીક પેઈનકિલર્સ દવાઓનો પણ સમાવેશ થાય છે. આ દવાઓને ફિક્સ ડોઝ કોમ્બિનેશન (FDC) અથવા તો કૉકટેલ મેડિસિન પણ કહેવામાં આવે છે.
કેન્દ્ર સરકારે પરિપત્ર કર્યો જાહેર
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, આવા પ્રકારની દવાઓ લોકોને નુકસાન પહોંચી શકે છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે, આના વિકલ્પ પણ ઉપલ્પબ્ધ છે. જોકે દવા બનાવતી કંપનીઓએ હજુ સુધી એ જાહેર કર્યું નથી કે આ પ્રતિબંધથી કેટલી આર્થિક અસર થશે. પરંતુ સિપ્લા, ટોરેન્ટ, સનફાર્મા, આઈપીસી લેબ અને લ્યૂપિન જેવી દવા કંપનિઓએ કહ્યું કે તેમના પ્રોડક્ટ્સ પર પ્રતિબંધની અસર થઈ છે.
- Advertisement -
આ દવાઓ પર લાગ્યો પ્રતિબંધ
કેન્દ્ર સરકારે જે પ્રતિબંધ લગાવ્યો છે તેમાં મેકેનામિક એસિડ, પેરાસિટામોલ ઈન્જેક્શન, સેટ્રીજીન એચસીએલ, પેરાસિટામોલ, ફેનિલફ્રીન એચસીએલ, લેવોસેટ્રીજીન સમાવેશ થાય છે. આ નિર્ણય ડ્રગ્સ ટેક્નિકલ એડવાઈઝરી બોર્ડ (DTAB) અને કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી સમિતિની ભલામણ બાદ લેવામાં આવ્યો છે. સરકારે પરિપત્ર જાહેર કરીને આ દવાઓના ઉત્પાદન, વેચાણ તેમજ વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.