કમલાબાગ પોલીસે સગીર સહિત બે આરોપીઓને ઝડપીને ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ કબ્જે કર્યો
કમલાબાગ પોલીસે 24 કલાકમાં 9.57 લાખની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરમાં ઝવેરી બંગલાની સામે બંધ મકાન માંથી તસ્કરોએ સોનાના દાગીના સહિત કુલ રૂ. 9.57 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. આ ઘરફોડ ચોરીના ગુન્હામાં કમલાબાગ પોલીસે માત્ર 24 કલાકમાં આરોપીઓને ઝડપી લઇ 100 ટકા મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
- Advertisement -
પોરબંદરના ઝવેરી બંગલા સામે ક્રિષ્ના પાર્કમાં રહેતા ઉત્સવ કિરણભાઈ લોઢારીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. મકાનની પાછળની ખુલ્લી જગ્યાએથી મકાનની પોર્ચ મારફતે કોઈ પણ રીતે મકાનમાં અંદર પ્રવેશ કરી મકાન માંથી સોનાના દાગીના સહિત કુલ રૂ. 9,57,000ના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયા હતા જે અંગે ફરિયાદ નોંધાવતા, આ ગુન્હાનો ભેદ ઉકેલવા કમલાબાગ પોલીસ મથકના પીઆઈ આર.સી.કાનમીયાની દેખરેખ હેઠળ 5 ટીમ બનાવી લોકલ સીસીટીવી કેમેરા તથા નેત્રમ કમાન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સીસ મારફતે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ.નરેન્દ્ર ભટ્ટ પોલીસ કોન્સ ભીમશીભાઈ પરબતભાઇ,વિજયભાઈ ખીમાભાઇ,સાજન રામશીભાઈને બાતમી મળેલુ કે, શરીરે કાળા કલરનું શર્ટ ગ્રે કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ એક શખ્સ કર્લીના પુલ પાસે ઉભેલ છે તેને ચોરી કરી હોય તેવી બાતમી આધારે પોલીસે વોચ ગોઠવતા આ શખ્સ મળી આવતા તેની આગવી ઢબે પુછપરછ કરતા આ ઘરફોડ ચોરીની કબુલાત આપી હતી. આ શખ્સ કર્લીના પુલના ખાડી કાંઠે ઝુપડામાં રહેતો અરુણ કિશોર વાઘેલા હોવાનું જણાવેલ. જેથી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા પોતે તથા એક સગીરે બન્ને ભેગા મળી ચોરી કરી હોવાની કબૂલાત આપેલ. અને સગીરના ભાગે આવેલ સોનાના દાગીના પોતાના પિતા લેખરાજ બાબુ પરમારને આપતા તેણે દાગીના સંતાડી લીધેલનું જણાવ્યું પરમારની તપાસ કરી આરોપી અરૂણ તથા લેખરાજ બંન્નેને સાથે રાખી બંન્નેએ સંતાડેલ જગ્યાએ સાથે રાખી તપાસ કરતા મુદ્દામાલ કબ્જે કરી બંન્ને આરોપીઓની અટક કરેલ છે.
આ ગુનાનો ભેદ ઉકેલવા પોલીસે રાતના સમયે પણ સતત દોડધામ કરી
મકાન માંથી ઘરફોડ ચોરીના બનાવમાં પોલીસને જાણ થતા જ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ કમલાબાગ પોલીસ મથકના પીઆઈ આર.સી.કાનમીયાએ 5 ટીમો બનાવી તપાસ આદરી હતી. રાતના પણ તપાસ ચાલુ રાખી આરોપીઓને ઝડપી લીધા હતા અને નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફરી પોલીસ બંદોબસ્તમાં લાગી ગઈ હતી.