ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
કુતિયાણામાં માત્ર અડધી કલાકમાં ઘરફોડ ચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. રાણાકંડોરણાનો વતની અને ભંગાર ફેરિયો ધીરુ વજશી સોલંકી ચોરીના આરોપસર પકડાયો છે. આ બનાવ પોરબંદરના કુતિયાણા ગામે બહારપુરા વિસ્તારમાં બનેલો છે. ફરીયાદી નાનકરામ ભોજરાજભાઈ શામનાણી દ્વારા નોંધાવાયેલ પોલીસ ફરીયાદ મુજબ, 8 જુલાઈના સવારે 7:30 વાગ્યે તેઓ બેકરીએ ગયા હતા,
- Advertisement -
જ્યારે તેમના માતા, ભાઈઓ અને ભાભી ઘરમાં હતા. શ્રીચંદની પત્ની ડ્રીસિંગ કરાવવા માટે સરકારી દવાખાને જતા અને પાછા ફરીને 11:00 વાગ્યે ઘરે આવ્યા ત્યારે ઘરનો કબાટ ખૂલી ગયેલો જોવા મળ્યો.ફરીયાદ મુજબ, તેમના માતાએ સ્પષ્ટ કર્યું કે, 10:30 વાગ્યે જ્યારે તેઓ ઉપરના માળે સાફ-સફાઈ માટે ગયા હતા, ત્યારે કબાટનું તાળું તૂટેલું હતું અને 70 હજારની રોકડ ચોરાઈ ગઈ હતી. કુતિયાણા પોલીસ સ્ટાફ, હેડ કોન્સ્ટેબલ પિયુષ રામજીભાઇ ઓડેદરા, કોન્સ્ટેબલ અશ્વિન વેજાભાઇ વરૂ અને મહેશ મેરામણભાઇ મુસારને મળેલી બાતમીના આધારે, રાણાકંડોરણાના પુંજાપરા ધારના ધીરુ વજશી સોલંકીને પકડી પાડવામાં આવ્યો. તેના ઝૂંપડાની તપાસમાં ચોરીની 70 હજારની રોકડ મળી આવી હતી.