રાજસ્થાન રોયલ્સે ગઇકાલે એટલે કે બુધવારે રાત્રે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ વાળી ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 3 રને જીત મેળવી હતી. પણ વાત એમ છે કે આ મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને એક ભૂલ કરી હતી અને આ ભૂલને કારણે તેના પર 12 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.
રાજસ્થાન રોયલ્સના કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો
જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સ ટીમ CSK સામે નિર્ધારિત સમયમાં 20 ઓવરનો પોતાનો ક્વોટા પૂરો કરી શકી ન હતી અને એ કારણે ધીમી ઓવર રેટના લીધે કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ટીમની આ પહેલી ભૂલ હતી જેના કારણે કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો છે જો રાજસ્થાન બીજી વખત આવી ભૂલ કરે છે તો અન્ય ખેલાડીઓને પણ નુકસાન ઉઠાવવું પડી શકે છે.
- Advertisement -
ધીમી ઓવર રેટ બદલ રાજસ્થાન રોયલ્સને દંડ ફટકારવામાં આવ્યો
નોંધનીય છે કે આ વિશે IPL એ પ્રેસ રિલીઝમાં લખ્યું છે કે, ‘બુધવારે ચેપોકના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023ની 17મી મેચમાં ધીમી ઓવર રેટ બદલ રાજસ્થાન રોયલ્સને દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ IPL આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર-રેટને લગતી આ ભૂલ ટીમની પહેલી ભૂલ હોવાથી કેપ્ટન સંજુ સેમસનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.’
RCBને પણ ધીમી ઓવર રેટ માટે દંડ ફટકાર્યો હતો
જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સ IPLમાં ધીમી ઓવર રેટના કારણે દંડ ફટકારનાર બીજી ટીમ બની ગઈ છે. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના (RCB)કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને પણ 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. નોંધનીય છે કે RCB લખનૌ સુપર જાયન્ટ્સ સામે ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થઈ હતી.