સર્વોદય સંસ્થામાં જીવન સંગીત બાલ શિબિરનો ભાવસભર સમાપન સમારોહ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ બાબાપુર
- Advertisement -
બાબાપુરમાં સર્વોદય સરસ્વતી મંદિર ખાતે તારીખ 18 થી 22 ડિસેમ્બર 2025ના રોજ છ દિવસીય શિબિર યોજાઇ, શિબિરના છેલ્લા દિવસે મુખ્ય મહેમાન તરીકે ડો વસંતભાઈ પરીખ, જિલ્લા શિક્ષણ અધિકારી ગોહિલ, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર બોરસણીયા તથા ડો.કાલિન્દીબેન પરીખ હાજર રહ્યા. અતિથિ વિશેષ તરીકે માનસીબેન તથા રક્ષાબેન હાજર રહ્યા. શિબિરમાં વિદ્યાર્થીઓએ શિબિર દરમિયાન થયેલા પોતાના અભિપ્રાયો રજૂ કર્યા, આ શિબિરમાંથી જીવન ઘડતર માટે ઘણું બધું શીખવા મળ્યાનું સુર વ્યક્ત કર્યો, શિબિરની સફળતા માટે સંસ્થા સંચાલિત 16 શાળાઓ તથા અન્ય શાળાઓ અને અધ્યાપન મંદિર મળી કુલ 395 જેટલા વિદ્યાર્થીઓ તથા 150 જેટલા શિક્ષકોએ શિબિરમાં ભાગ લીધો હતો. સરસ રીતે જૂથ સંચાલન કરવામાં આવ્યું, અધ્યાપન સ્ટાફ તથા અધ્યાપનના 120 જેટલા બહેનોએ વિદ્યાર્થીઓ સાથે રહી અસરકારક જૂથ સંચાલનમાં મદદરૂપ થયા, શિબિરમાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સાંજના સેશનમાં રમતગમત યોજવામાં આવ્યા, પ્રાત: સમયમાં યોગ, પ્રાણાયામ કરાવવામાં આવ્યા, સમગ્ર શિબિર દરમિયાન જુદા જુદા સેશનમાં જુદા જુદા વક્તાઓનું વક્તવ્ય તેમજ જૂથ કાર્ય કરવામાં આવ્યું,
શિબિરમાં પોસ્ટ બેઝિક હાઈસ્કૂલ બાબાપુરના વિદ્યાર્થીઓએ તથા સમગ્ર સ્ટાફે શિબિર વ્યવસ્થામાં ખૂબ જ મદદરૂપ થયા હતા કુમાર છાત્રાલય તથા ક્ધયા છાત્રાલયના ભાઈઓ બહેનો, રસોડા વિભાગમાં પીરસણ, સફાઈ, પાણી વ્યવસ્થામાં મહત્વનો ફાળો આપ્યો હતો, રસોડા વિભાગમાં ભાલીયાભાઈ, વાઘજીભાઈ, રમેશભાઈની ટીમ તથા રસોયા બેનો દ્વારા ધોરણ-12ના વિદ્યાર્થીઓએ સતત મહેનત કરી સ્વાદિષ્ટ રસોઈ બનાવી હતી, ભોજન વ્યવસ્થામાં સંસ્થાના કાર્યકરો અતુલભાઇ, દિલીપભાઈ, કનુભાઈ સાવલિયા ગૃહ માતાઓઓ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
શિબિરનું સમગ્ર સંચાલન મુકેશભાઈ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવ્યું હતું. સતત સહકાર અને મદદરૂપ બન્યા એવા સંસ્થાના મોભી કાર્યકરો જયંતીભાઈ જોશી, મુકુંદભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ શિબિરના વિષયો નક્કી કરી જૂથ કાર્ય જેવું અઘરું કાર્ય સરળ બનાવ્યું હતું, વક્તાઓ મહેમાનઓને સ્વાગત સાચવવામાં નીતિનભાઈ બોરણીયા તેમજ મુન્નાભાઈ જમોડની મહત્વની ભૂમિકા રહી હતી. આમ સમગ્ર શિબિરમાં સફળ બનાવવામાં સમગ્ર સર્વોદય સરસ્વતી મંદિર સંસ્થા પરિવારના સૌ કાર્યકરો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગૃહમાતાઓ, બાલઘરના ભૂલકાઓ, અતિથિ વિશેષ અમેરિકાથી પધારેલા માનસીબેન તથા રક્ષાબેનની હાજરીથી વિદ્યાર્થીઓ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શિબિર ખૂબ જ અસરકારક રહી સંસ્થાના જુના નવા કાર્યકરો એકસાથે રહી સફળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આમ અમારી જીવન સંગત શિબિર ખૂબ જ સફળ રહી નિવૃત્ત શિક્ષક હરગોવિંદભાઈ પંડ્યા દ્વારા જીવન સંગીત શિબિરનું નામ આપી સંગીત ગ્રુપનો સમગ્ર શિબિર દરમિયાન સરગમ ગ્રુપનું સંચાલન કર્યું હતું. સમાપન સમારોહમાં સંસ્થાના મંત્રી મોહનભાઈ વાળા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.



