ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
વઢવાણ તાલુકાના વાઘેલા ગામમાં ઘણા વર્ષો જૂનું બનેલું એસટી બસ સ્ટેન્ડ જર્જરિત સાથે ખંડેર બની ગયું છે. ખખડધજ બસ સ્ટેન્ડ સાથે ગામને એસટીના દર્શન દુર્લભ બન્યા છે. આ બસ સ્ટેન્ડ કોઈ મોટી દુર્ઘટના સર્જે તે પહેલા તોડીને નવું બનાવવાની લોકોમાગ ઊઠી છે. વઢવાણ પંથકના અનેક ગામોમાં એસટી બસો જતી નથી. પરંતુ વર્ષોથી બસ સ્ટેન્ડો શોભાના ગાંઠિયાની જેમ બનાવેલા ઊભા છે. વઢવાણ તાલુકાના વાઘેલા ગામમાં એસટીના દર્શન દુર્લભ બન્યા છે. ત્યારે વર્ષો જૂનું બનેલું એસટી બસ સ્ટેન્ડ જર્જરિત બની ગયું છે. વાઘેલા ગામ સુરેન્દ્રનગર એસટી ડેપોથી માત્ર અંદાજે 10 કિલોમીટર દૂર છે. પરંતુ ગામમાં એસટી બસોના દર્શન થતાં નથી. બીજી તરફ ગામના પ્રવેશ દ્વાર પર જ વર્ષો પહેલાં બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. હાલ આ બસ સ્ટેન્ડ બિસમાર બની ગયું છે. આથી ગમે ત્યારે આ બસ સ્ટેન્ડ તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ તેમ છે. પરંતુ જર્જરિત અને બિસમાર સ્ટેન્ડ નવું બનતું નથી.
વઢવાણના વાઘેલા ગામનું બસ સ્ટેન્ડ જર્જરિત



