ઉત્તરકાશીમાં રવિવારે સાંજે 7.45 કલાકે ચારધામ તીર્થયાત્રીઓથી ભરેલી બસ 200 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 26 લોકોના મોત થયા છે જ્યારે ચાર ઘાયલ થયા છે. જેમાંથી 23ના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. જ્યારે ત્રણના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.
- Advertisement -
અકસ્માતની જાણ થતાં પોલીસ, SDRF,અને NDRF ટીમો બચાવ કામગીરી શરી કરી
બસમાં ડ્રાઇવર અને ઓપરેટર અને મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના જાખલા ગામના રહેવાસી 28 યાત્રાળુઓ સવાર હતા. આ દુર્ઘટના યમુનોત્રી હાઈવે પર ડામટાથી લગભગ 5 કિમી દૂર રિખાઓન ખાડ વિસ્તારમાં થઈ હતી. બસ હરિદ્વારથી યમુનોત્રી ધામ જવા નીકળી હતી. અકસ્માતની જાણ થતાં બરકોટ અને પુરોલા પોલીસની સાથે એસડીઆરએફ, એનડીઆરએફની ટીમ પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી.
#UttarkashiBusAccident: खोज और बचाव अभियान समाप्त हो गया है। हादसे में कुल 26 लोगों की मौत हुई और 4 लोग घायल हुए हैं। घायलों को इलाज के लिए हायर सेंटर भेजा गया है: उत्तराखंड पुलिस
बस में 28 तीर्थयात्रियों समेत कुल 30 लोग सवार थे। pic.twitter.com/86fU7KGNOD
- Advertisement -
— ANI_HindiNews (@AHindinews) June 6, 2022
મુખ્યમંત્રીએ 5-5 લાખ અને વડાપ્રધાને 2-2 લાખની સહાયની જાહેરાત
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા યાત્રીકોના પરિવારના લોકોને આર્થિક સહાય આપવાની જાહેરાત મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણએ 5-5 લાખ રૂપિયાની જાહેરાત કરી છે, જયારે વડાપ્રધાન મોદીએ 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે, તેમજ ઇજાગ્રસ્તના પરિવારના લોકોને 50 હજાર રૂપિયાની મદદની જાહેરાત કરી છે.
ઉંડી ખીણ અને અંધારાના કારણે મૃતદેહોને રોડ પર લાવવામાં મુશ્કેલી પડી
પુરોલા પોલીસ સ્ટેશનના પ્રભારી અશોક કુમારે જણાવ્યું કે સાત ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં ત્રણ મહિલાઓ છે. તેને સારવાર માટે સીએચસી નૌગાંવમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે પૈકી ત્રણનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ચાર ઘાયલોની સારવાર ચાલી રહી છે.ઉંડી ખીણ અને અંધારાના કારણે મૃતદેહોને રોડ પર લાવવામાં મુશ્કેલી પડે છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બસના ફુરચા ઉડી ગયા હતા. એસડીએમ બરકોટ શાલિની નેગી, સીઓ સુરેન્દ્ર ભંડારી પણ ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત હતાં.
અકસ્માત બાદ બસના ફુરચા ઉડી ગયા હતા
જિલ્લા પંચાયતના સભ્ય હાકમ સિંહ રાવત યમુનોત્રી હાઈવે પર રિખાઓન ખાડ પાસે થયેલા બસ અકસ્માતના પ્રત્યક્ષ સાક્ષી છે. તેણે જણાવ્યું કે જ્યારે તે ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે ત્યાં રૂવાંડા ઉભા કરી દે તેવા હતા.અકસ્માત બાદ બસના ફુરચા ઉડી ગયા હતા. મુસાફરોના મૃતદેહ ઝાડ પર લટકતા હતા. કોઈનો હાથ ગાયબ હતો તો કોઈનો પગ ગાયબ હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ લેનાર હાકમ કોઈક રીતે ખીણમાં ઉતરી ગયો. તેણે તરત જ ડીએમ, એસપી અને સીઓને ઘટના વિશે જાણ કરી.
બસ સીધી ખીણમાં પડી હતી
વિકાસખંડના મોરી બ્લોકના જાખોલ વોર્ડ નંબર 22ના જિલ્લા પંચાયત સભ્ય હાકમ સિંહ રાવતે જણાવ્યું કે તેઓ રવિવારે દેહરાદૂનથી ઉત્તરકાશી જવા રવાના થયા હતા. જે બસ અકસ્માતનો ભોગ બની હતી તે તેમની આગળ જઈ રહી હતી. તેમણે જણાવ્યું કે, તેઓ બસને ઓવરટેક કરવા માંગતો હતો. પરંતુ સતત વાહનોની અવરજવરને કારણે તે આગળ જઈ શક્યો ન હતા. દરમિયાન, બસ આગળ જઈ રહી હતી, એવું લાગ્યું કે તેનું સ્ટિયરિંગ ફેલ થઈ ગયું છે અથવા ડ્રાઈવરને ઉંઘ આવી ગઈ હશે. અકસ્માત બાદ હાકમ સિંહ તેના કેટલાક સાથીઓ સાથે ખીણમાં ઉતર્યા જ્યાં લોકોના મૃતદેહ ઝાડ પર લટકતા હતા.મુસાફરોનો સામાન ચારે બાજુ વેરવિખેર પડ્યો હતો. ચીસો પાડવાનું દ્રશ્ય હતું. તેણે ઘટનાસ્થળેથી અકસ્માત સ્થળના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા. જે બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું.