કેન્દ્રીય રેલમંત્રી વૈષ્ણવે આપી માહિતી
આ પ્રકારના ટ્રેક પર ઝડપી ટ્રેનોને ભાર સહન કરવા માટે પાટા પર કપચી, પથ્થર અને કોન્ક્રીટની જરૂર નથી પડતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.29
મુંબઈથી અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન યોજના માટે ખાસ ટ્રેક તૈયાર થઈ રહ્યો છે. ગુરુવારે રેલમંત્રી અશ્ર્વીની વૈષ્ણવે સોશ્ર્યલ મીડીયા એકસ પર વિડીયો શેર કરીને ટ્રેકના બારામાં જાણકારી આપી હતી. તેમાં જણાવાયું હતું કે બુલેટ ટ્રેન માટે દેશમાં એક વિશિષ્ટ સિસ્ટમ બ્લાસ્ટલેસ ટ્રેક પ્રયોગમાં લાવવામાં આવી રહ્યો છે.
રેલમંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં પહેલીવાર જે સ્લેબ બ્લાસ્ટલેસ ટ્રેક મેક ઈન ઈન્ડીયા અંતર્ગત બની રહ્યો છે અર્થાત આવા ટ્રેકમાં ઝડપી ટ્રેનોનો ભાર સહન કરવા માટે પાટા પર માટી, પથ્થર, કપચીની જરૂૂર નથી પડતી, તેમણે જણાવ્યું હતું કે આ ટ્રેક પર બુલેટ ટ્રેનની ગતિ પ્રવૃતિ કલાક 320 કિલોમીટરની હોય છે.આમં 153 કિલોમીટર વાયાડકટ (પુલ)નું કામ પુરું થઈ ચૂકયું છે. સાથે સાથે 295.5 કિલોમીટરનો પીયરવર્ક (સ્તંભ)નું કામ પણ પુરું થઈ ગયું છે. વૈષ્ણવે પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે પ્રી-કોસ્ટ આરસી ટ્રેક સ્લેબનું નિર્માણ દેશમાં બે જગ્યાએ ગુજરાતમાં આણંદ અને કિમમાં બનાવવામાં આવી રહ્યું છે.
- Advertisement -
સિસ્ટમના ચાર ભાગ છે. વાયાડકટની ઉપર આરસી ટ્રેક બેડ, સિમેન્ટ આસ્ફાલ્ટ માર્ટારનું પડ, માળખામાં ઢળેલ સ્લેબ અને ફાસ્ટનર્સ ઉપકરણ. આ સિસ્ટમમાં એક પ્રી-કાસ્ટ સ્લેબહોય જેના પર ડીવાઈસીઝ અને રેલના પાટા રાખવામાં આવે છે. આ સ્લેબ અરસી ટ્રેક બેડ પર હોય છે. આ સ્લેબની જાડાઈ 300 મીલીમીટર હોય છે.