બજેટ સત્રને લઈ સંભવિત 26 બેઠકો મળશે : 1 ફેબ્રુઆરીથી વિધાનસભા બજેટ સત્ર શરૂ
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં બજેટ સત્રની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેમાં હવે વિધાનસભામાં આગામી 1 ફેબ્રુઆરીથી વિધાનસભા બજેટ સત્ર શરૂ કરવામાં આવી રહ્યું છે. જેમાં 2 ફેબ્રુઆરીના વિધાનસભામાં બજેટ રજુ કરવામાં આવશે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ રજુ કરવામાં આવશે. વિધાનસભામાં બજેટ સત્રની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બજેટ સત્રને લઈ સંભવિત 26 બેઠકો મળશે. તેમજ 1 ફેબ્રુઆરીથી વિધાનસભા બજેટ સત્ર શરૂ થશે જેની સાથે જ રાજ્યમાં 2 ફેબ્રુઆરીના વિધાનસભામાં બજેટ રજુ કરવામાં આવશે. અંદાજ પત્રકમાં સામાન્ય ચર્ચા માટે 4 બેઠકો મળશે. આ દરમિયાન રાજ્યપાલના સંબોધન પર ચર્ચા માટે 3 બેઠકો થશે. જેની સાથે જ સરકારી વિધેયકો, વિનિયોગ વિધેયકો પર 3 બેઠકો મળશે અને તેના પર ચર્ચા કરવામાં આવશે. તેમજ માંગણીઓ પર ચર્ચા, મતદાન માટે 12 દિવસ બેઠકો મળશે અને તેમાં ચર્ચા થશે.