જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર રેકોર્ડ બ્રેક મતદાન માટે તંત્ર પ્રતિબદ્ધ
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા પાંચ વિધાનસભા બેઠકો પર રેકોર્ડ બ્રેક મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રચિત રાજના નેતૃત્વ અને માર્ગદર્શનમાં એક ખાસ વ્યુહરચના સાથે મતદાન જાગૃતિ અભિયમાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કડીમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ એક નવીન સોપાન ઉમેર્યું છે. નેતાજી સુધાષચંદ્ર બોઝના ‘ચલો દિલ્હી’ નારામાંથી પ્રેરિત થઈ ‘બૂથ ચલો’ કેમ્પેઈન લોન્ચ કર્યું છે.
- Advertisement -
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ કેશોદમાં બૂથ લેવલ અવેરનેશ ગૃપનાં કર્મચારીઓ સાથેની બેઠકમાં ‘બૂથ ચલો’ કેમ્પેઇન લોન્ચ કર્યું હતું. મતદારોને મતદાન કરવા પ્રેરિત કરવાની સાથે મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહિના આ મહાપર્વમાં સહભાગી બને તે માટે જમીની સ્તર પર ‘બૂથ ચલો’ ઝૂંબેશ દ્વારા યોજનાબદ્ધ રીતે કામ કરવામાં આવશે. આ માટે આશા કાર્યકરો, આગંણવાડી વર્કર, સ્વ સહાય જૂથના બહેનો સહિતના કર્મચારીઓ ડોર-ટુ-ડોર જઇને મતદારોમાં જગૃતિ ફેલાવવા અને તા.1લી ડિસેમ્બરના રોજ અચૂક મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મતદાન જાગૃતિ અભિયાન સફળ બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ મહત્તમ મતદાન માટે સકારાત્મક વાતાવરણ નિર્માણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
મતદારો મતદાન કરવા માટે પ્રેરિત થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રચિત રાજે નવીન પહેલ પણ કરી છે. આ વખતે ખાસ હેલ્થ અને એનિમલ હેલ્થ બૂથ પણ બનાવવામાં આવશે. ઉપરાંત ઇકો ફેન્ડલી, સખી, ઙઠઉ, અને યંગ બૂથ પણ ઉભા કરાશે.આમ, મતદારોની લોકશાહીમાં સહભાગીતા વધારવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી છે.