આર્ષ વિદ્યામંદિર મુંજકાના પરમાત્મનંદ સરસ્વતીજીના હસ્તે થશે વિમોચન વિધિ: રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાના અધ્યક્ષ સ્થાને ઉંખઉં ગ્રુપના MD મયુરધ્વજસિંહ જાડેજા સહિત વિવિધ ક્ષત્રિય અગ્રણીઓની ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વાણીમાં વિનમ્રતા સાથે નિર્મળ હાસ્યથી શોભતા તેજસ્વી મુખારવિંદના ધારક એટલે સ્વ. પ્રવિણસિંહજી ઉમેદસિંહજી જાડેજા-સોળીયા (મુસાહેબ)ના જીવન કવનને આવરી લેતા એક ગ્રંથનું નિર્માણ કરવામાં આવ્યું છે.
‘વિરલ વ્યક્તિત્વ’ શિર્ષક અંતર્ગત નિર્મિત આ ગ્રંથની વિમોચન વિધિનું આયોજન આવતીકાલ તા.9ને રવિવારે સવારે 10 થી 1 દરમિયાન 5-રજપૂતપરા ખાતે આવેલ હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય ખાતે કરવામાં આવશે.
રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા (પ્રમુખ-હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય તથા પ્રમુખ-ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ)ના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં આર્ષ વિદ્યામંદિર મુંજકાના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીના હસ્તે આ વિમોચન વિધિ કરવામાં આવશે.
આ કાર્યક્રમને દીપાવવા રાજ્યસભા સાંસદસભ્ય શક્તિસિંહજી ગોહિલ, મહારાજા કેસરીદેવસિંહજી ઓફ વાંકાનેર (સંસદ સભ્ય-રાજ્યસભા) મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે.
આ સાથે અન્ય અતિથિ વિશેષ તરીકે રાજકોટ ઉંખઉં ગ્રુપના ખઉ મયુરધ્વજસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.
ઉપરાંત રાજેન્દ્રસિંહજી રાણા (પૂર્વ સાંસદ), ધર્મેન્દ્રસિંહજી (હકુભા) જાડેજા (પૂર્વ મંત્રી ગુજરાત સરકાર અને અગ્રણી દાતા), પૃથ્વીસિંહજી (ઘોઘુભા) જાડેજા (પૂર્વ પ્રમુખ રાજકોટ તા.પં. અને અગ્રણી દાતા), હરદેવસિંહજી રાઓલ (ટ્રસ્ટી હરભમજીરાજ ગ.છા. અને અગ્રણી દાતા), અજીતસિંહજી જાડેજા (અગ્રણી ઉદ્યોગપતિ અને દાતા-રાજકોટ), દિગ્વિજયસિંહજી જાડેજા (સયાજી હોટલ, અગ્રણી દાતા) વગેરે ક્ષત્રિય સમાજના મોભીઓ પણ વિરલ વ્યક્તિત્વ તરીકે ઉપસ્થિત રહેશે.



