દીયરે જ ભાભી સાથે પ્રેમસંબંધના લીધે હત્યા કર્યાની આંશકા
બીજી તરફ દિયરે દવા પી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવારમાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.9
વેરાવળ ના ભેરાળા ગામે ગઈ કાલે એક અજાણ્યા મહિલા ની લાશ વેરાવળ ના ભેરાળા પાસે આવેલ રેલ્વે લાઈન પાસે થી મળી આવેલ જે લાશ ને પી એમ માટે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સુત્રાપાડા તાલુકાના ભુવાવાડા ના વતની અને ભેરાળા ગામની વાડી વિસ્તારમાં કામ કરતો દેવીપુજક પરિવાર વેરાવળ ના ભેરાળા વાડી વિસ્તારમાં કામ કરતા હોય એ સમય દરમ્યાન આજે વહેલી સવારે ભેરાળા પાસે આવેલ વેરાવળ અને તાલાલા તરફ જતી રેલવે ટ્રેક પાસે અજાણ્યા મહિલાની લાશ હોવાનુ ગામ લોકો એ પોલીસ ને જાણ કરતા પ્રભાસ પાટણ પોલીસના પી.આઇ એમ વી પટેલ, કોન્સ્ટેબલ નંદાભાઈ કુલદીપ ભાઇ પરમાર સહિત નો સ્ટાફ સહિત પોલીસે ધટના સ્થળે પહોંચી લાશ લઇ ને પ્રભાસ પાટણ પીએમ માટે ખસેડવામાં આવી હતી. જો કે આ લાશ હીરલ બેન ઉર્ફ સુમિતા સંજય ભાઇ પરમારનુ હોવાનુ જાણવા મળ્યુ હતું. જેથી પોલીસે ઓળખાણ કરી અને તપાસ હાથ ધરી હતી. એ જ સમય દરમ્યાન હિરલબેન નાં દિયર વિજય જોધાભાઇ પરમારે દવા પી જતા તેને પણ વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતો જેથી પોલીસે સમગ્ર કેસ ની વધુ તપાસ હાથ ધરી હતી.
જેમાં મરણ જનાર મહિલા હીરલબેન અને તેના દિયર દવા પીનાર વિજય પરમાર વચ્ચે પ્રેમ સંબંધ હોય. જેથી હીરલ પોતાના દિયર વિજય સાથે લગ્ન કરવા માંગતી હોય જેથી વિજય એ હિરલબેન ને ગળાફાંસો આપી અને હત્યા કર્યા ની આંશકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હીરલ ની નાની બેન શૌભનાબેન તે વિજય સાથે લગ્ન થયા હોય અને સંજય અને વિજય બંને ભાઇ છે અને હીરલ અને શોભના બંને બહેનો છે . જો કે હાલમાં વેરાવળ સરકારી હોસ્પિટલમાં પીએમ નહિ થતા લાશ ને ફોરેન્સિક પીએમ માટે જામનગર ખસેડવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.