બોર્ડે આજે સવારે 9 વાગ્યે પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કર્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જૂન-જુલાઈ 2025 દરમિયાન લેવાયેલી ધોરણ 10 (SSC)ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે, (18 જુલાઈ, 2025)ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ gseb.org વેબસાઇટ અને વોટ્સએપ દ્વારા પોતાનું પરિણામ ચકાસી શકશે.
- Advertisement -
અગાઉ માર્ચ મહિનામાં લેવાયેલી મુખ્ય પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયમાં નપાસ થયા હતા, તેમનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં તે હેતુસર આ પૂરક પરીક્ષાનું આયોજન 23 જૂન, 2025થી 3 જુલાઈ, 2025 દરમિયાન કરવામાં આવ્યું હતું.
પરિણામ જાહેર થયા બાદ, વિદ્યાર્થીઓ તેમના રોલ નંબરનો ઉપયોગ કરીને ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર લોગિન કરીને પોતાનું રિઝલ્ટ જોઈ શકશે અને માર્કશીટ પણ ડાઉનલોડ કરી શકશે. આ ઉપરાંત, વોટ્સએપ દ્વારા પણ પરિણામ મેળવી શકાશે.
- Advertisement -
વોટ્સએપથી જાણો પરિણામ
સ્ટેપ 1- પરિણામ જોવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
સ્ટેપ 3- સીટ નંબર દાખલ કરો.
સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4- GSEB Result 2025 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.
ધોરણ 12ની સામાન્ય પ્રવાહનું પરિણામ થયું હતું જાહેર
અગાઉ ગુરૂવારે (17 જુલાઈ) બોર્ડે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર પરિણામ મૂકવામાં આવ્યું હતું. ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 51.58 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પૂરક પરીક્ષમાં 33,731માંથી 17,397 વિદ્યાર્થીઓ પાસ થયા છે.