એક જૂથ પંડિત, પરમાર અને સદાદિયાને બચાવવા મેદાને,
બીજું જૂથ કૌભાંડીઓને કડક સજા મળે તે માટે સક્રિય
- Advertisement -
કિરીટ પરમારની જગ્યાએ સમિતિમાં દેવદત્ત પડ્યાં કે તેમના જેવા બાહોશ શાસનાધિકારીની નિમણૂંક કરવા હિલચાલ શરૂ, દાધારીંગા દિનેશની સમિતિમાંથી હકાલપટ્ટી કરવા તજવીજ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચેરમેન અતુલ પંડિત, કિરીટ પરમાર અને દિનેશ સદાદિયાની ત્રિપુટીએ મળી આચારેલા કૌભાંડો બાદ સમગ્ર મામલે ભાજપમાં બે જૂથ રચાઈ ગયા છે. ભાજપનું એક જૂથ તેમના ખાસ મનાતા અતુલ પંડિત અને દિનેશ સદાદિયાને બચાવવા મેદાને પડ્યું છે તો ભાજપનું બીજું જૂથ અતુલ પંડિત, દિનેશ સદાદિયા અને કિરીટ પરમાર જેવા કૌભાંડીઓને સજા મળે તે માટે સક્રિય થયું છે. ભાજપ કાર્યકરો અતુલ પંડિત અને દિનેશ સદાદિયા ભાજપના એક જૂથના અંગત છે તો એક જૂથના અદીઠા છે. જોકે હાલ રાજકોટ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને ભાજપના બંને જૂથ પણ પોતપોતાની રીતે તપાસ કરી માનીતા કાર્યકરને બચાવવા અને અણગમતાઓ નેતાઓના સમર્થકોને ભરી પીવા મેદાને આવ્યા છે. જાણવા મળતી વિગત અનુસાર ભૂતકાળમાં દિનેશ સદાદિયાની દાદાગીરી દેવદત્ત પંડ્યા જેવા શિસ્તબદ્ધ શાસનાધિકારી દ્વારા બંધ કરાવી દેવામાં આવી હતી અને દિનેશ સદાદિયાને સીધોદોર કરી શિક્ષણ સમિતિમાં તેના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ શિક્ષણ સમિતિમાં ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમાર આવતા તેમણે દિનેશ સદાદિયાને છૂટોદોર આપ્યો હતો અને ત્રણેયએ સાથે મળી કૌભાંડો કરવાનું શરૂ કર્યું હતું.
સમગ્ર પાપાચારમાં અતુલ પંડિત જેટલાં જ જવાબદાર કિરીટ પરમાર
- Advertisement -
રાજકોટ શિક્ષણ સમિતિમાં થયેલા આર્થિક કૌભાંડના મૂળમાં અતુલ પંડિત સાથે શાસનાધિકારી કિરીટ પરમાર પણ જવાબદાર છે, ઠરાવ અને સરકારી ગ્રાન્ટ તેમના દ્વારા પાસ કરવામાં આવ્યા છે એટલે સૌપ્રથમ શાસનાધિકારી કિરીટ પરમારની જગ્યાએ શિક્ષણ સમિતિમાં દેવદત્ત પડ્યાં કે તેમના જેવા બાહોશ શાસનાધિકારીની નિમણૂંક કરવા હિલચાલ શરૂ થઈ ગઈ છે. આ સાથે જ યુનિફોર્મનું જે કૌભાંડો થયું છે તેમા દાધારીંગા દિનેશ સદાદિયા અને તેના બનેવીનું ભાગીદારી હોય તેની પણ શિક્ષણ સમિતિમાંથી હકાલપટ્ટી કરવા તજવીજ શરૂ કરાઇ છે.
ચેરમેન અતુલ પંડિતને માત્ર પોતાના કામ કરાવી મલાઈ મેળવવામાં જ રસ
રાજકોટ શિક્ષણ સમિતિમાં ચેરમેન પદ પર અતુલ પંડિતને કૌભાંડો કરી માત્રને માત્ર મલાઈ ખાવામાં અને પોતાના કામ કરવામાં જ રસ છે. સમિતિના સભ્યો, સરકારી કર્મચારી, શિક્ષકો કે આચાર્યોના પ્રશ્નો – સમસ્યા પર અતુલ પંડિત ધ્યાન આપતા નથી. અતુલ પંડિતની છાપ શિક્ષણ સમિતિમાં કિરીટ પાઠક બાદ સૌથી મોટા ભ્રષ્ટાચારી ચેરમેનની બની ચૂકી છે. શિક્ષણ સમિતિના કૌભાંડો પ્રકાશમાં આવ્યા બાદ હવે હર કોઈએ અતુલ પંડિત સામે બાયો ચઢાવી છે.
શાસનાધિકારી કિરીટ પરમાર અને દિનેશ સદાદિયા સાથે ફરવા જાય છે!
શિક્ષક સંઘનો પ્રમુખ દિનેશ સદાદિયા શાસનાધિકારી કિરીટ પરમાર જોડે સહપરિવાર ફરવા જાય છે. દિનેશ સદાદિયા માત્ર સમિતિના અધિકારીઓ માટે ચા-કોફી લાવવી, ફાંકી ચોળી આપવી, ટિફિન પહોંચાડવા જેવા જ નહીં પણ શિક્ષણ સમિતિના શાસનાધિકારીને ફરવા લઈ જવાના પણ કામ કરે છે. શિક્ષણ સમિતિમાં દિનેશ સદાદિયા સરકારી શિક્ષક કમ પટ્ટાવાળાની ભૂમિકામાં કિરીટ પરમાર અને અતુલ પંડિતના નાનામોટા તમામ કામ કરી આપે છે.
દિનેશ સદાદિયા અને તેના સાથીદારો સમિતિમાં બેસીને વહિવટ કરે છે
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મહેકમ સ્ટાફની અછત છે. શિક્ષણ સમિતિમાં મહેકમની કામગીરી કરવા અતુલ પંડિત અને કિરીટ પરમારે દિનેશ સદાદિયા સહિત તેના સાથીદાર શિક્ષકોને મૂક્યા છે. શિક્ષણ સમિતિના ટેબલ પર કામ કરાવવા અતુલ પંડિત અને કિરીટ પરમાર વતી દિનેશ સદાદિયા તથા તેમના સાથી આચાર્યો વહિવટ કરે છે. શિક્ષણ સમિતિમાં પંડિત, પરમાર અને સદાદિયાની ત્રિપુટી જોડે મળી કૌભાંડો કરે છે એ જગજાહેર બાબત બની ચૂકી છે.
સમિતિના સભ્યોએ પંડિત, પરમાર અને સદાદિયા વિરુદ્ધ લખાવી લીધું
રાજકોટ શિક્ષણ સમિતિના કેટલાંક સભ્યો બિનભ્રષ્ટાચારી છે. શિક્ષણ સમિતિના પ્રમાણિક સભ્યોએ અતુલ પંડિત, કિરીટ પરમાર અને દિનેશ સદાદિયાએ કરેલા પાપના પુરાવાઓ એકઠા કરવાનું શરૂ કર્યું છે. રાજકોટ શિક્ષણ સમિતિના હિત માટે તેના અમુક સભ્યોએ સરકારી શાળાના આચાર્યો, શિક્ષકો પાસેથી ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર અને શિક્ષક સંઘનાં પ્રમુખ દિનેશ સદાદિયા વિરુદ્ધ લેખિતમાં નોંધ લેવાનું શરૂ કર્યું છે.