ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જુનાગઢ ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે. જુનાગઢ જલારામ ભક્તિ ધામના ટ્રસ્ટી પ્રો. પી. બી. ઉનડકટના જન્મ દિવસે યાદગાર રૂપી બનાવવા માટે ગિરનારી ગ્રુપના પ્રમુખ સમીરભાઈ દત્તાણીની આગેવાની હેઠળ કરુણા સાગર ચિદનંદજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ સેવા સંસ્થા ઝાંઝરડા ગામ ખાતે જન્મદિવસ ઉજવણી કરવામાં આવેલ હતી. જ્યારે પ્રો. પી. બી. ઉનડકટની જીવનશૈલી અને કાર્યસૂચિનું વર્ણન સંજય બુહેચા દ્વારા કરવામાં આવેલ કે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. અને કહેવાય છે કે “કીડીને કણ અને હાથીને મણ” મળી જ રહે છે એવી જ રીતે ઉનડકટ સાહેબ દ્વારા પણ એમના આંગણે આવેલા જરૂરિયાતમંદ વ્યક્તિને એમની જરૂરિયાત મુજબ “ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે” એમને અચૂક મદદ કરે છે. જ્યારે ગિરનારી ગ્રુપના સભ્ય સમીરભાઈ દવે તથા સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ તથા બહેનો દ્વારા પ્રોફેસરના જન્મદિવસ નિમિત્તેના ગુણગાન ગાયને આનંદોત્સવ કરી યાદગાર બનાવેલ હતો.
વિશેષમાં પ્રો. પી. બી. ઉનડકટ દ્વારા દિવ્યાંગ સેવા સંસ્થાની મુલાકાત લઈને એમનાથી ભાવવિભોર થઈને સંસ્થાને રૂ. 11000નું દાન આપેલ હતુ. સાથે આ સંસ્થામાં રહેતા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ તથા બહેનોને રૂ. સો – સો નો રોકડ પુરસ્કાર આપેલ હતો. અને રૂ.11000 ગિરનારી ગ્રુપની સેવા ધ્યાનમાં રાખીને સેવા કાર્ય કરવા માટે ગ્રુપના ખજાનચી કિર્તીભાઈ પોપટ ને અર્પણ કરવામાં આવેલ હતા. આ તકે દિવ્યાંગ સેવા સંસ્થા તથા ગિરનારી ગ્રુપના દિનેશભાઈ રામાણી, સુધીરભાઈ અઢિયા, ચિરાગભાઈ કોરડે, અક્ષિતભાઇ કુમાવત સહિતના સભ્યોએ પ્રો. પી. બી. ઉનડકટ સાહેબને સાલ ઉઢાડી સ્મૃતિ ભેટ આપીને સન્માનિત કરેલ હતા.