દુનિયાની વાર્ષિક આવક સમાન રીતે વહેંચાય તો દરેકને રૂ.14.31 લાખ મળે
સમગ્ર દુનિયામાં બધા માટે પૂરતા પૈસા છે, જો સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકને 62-62 લાખ આવે; 2021ના ચોંકાવનારાં તથ્યો.
ખાસ-ખબર સંવાદદાતા
જો દુનિયામાં અમીરી-ગરીબી ના હોય, તો દરેક પાસે સરેરાશ રૂ. 62.46 લાખની સંપત્તિ હોય. વાર્ષિક આવક પણ બરાબર વહેંચવામાં આવે, તો તમામના બેંક ખાતામાં રૂ. 14.31 લાખ આવે. આ રસપ્રદ આંકડા હાલમાં જ જારી કરાયેલા વિશ્વ અસમાનતા રિપોર્ટ 2021માં સામે આવ્યા છે. જોકે, હકીકત એ છે કે, દુનિયાની સૌથી ગરીબ 50% વસતી પાસે કુલ સંપત્તિના માંડ 2% છે, જ્યારે 10% અમીરો પાસે 76% સંપત્તિ છે. બાકી બચેલો 22% હિસ્સો 40% મધ્યમવર્ગીય લોકો પાસે છે.
કુલ વસતિ 14.31 લાખ 62.46 લાખ
ગરીબ 50% 2.39 લાખ 2.48 લાખ
મધ્યમવર્ગ 40% 14.13 લાખ 35.04 લાખ
ટોપ 10% 74.72 લાખ 4.72 લાખ
ટોપ 1% 2.75 કરોડ 23.60 કરોડ
ટોપ 0.1% 11.14 કરોડ 12.11 અબજ
- Advertisement -
મહિલા શ્રમના હિસ્સામાં ભારત સૌથી પાછળ
ભારત 18%
જાપાન 28%
ચીન 33%
ઈટાલી 36%
જર્મની 36%
કેનેડા 38%
બ્રાઝિલ 38%
બ્રિટન 38%
અમેરિકા 39%
ફ્રાંસ 41%
- Advertisement -
દુનિયાની સૌથી ગરીબ 50% વસતિમાં 2.5 અબજ વયસ્ક છે
40% મધ્યમવર્ગીય વસતિમાં 2 અબજ અને ટોપ 10% અમીર વસતિમાં 51.7 કરોડ વયસ્ક
દેશમાં શ્રમ કરનારી 18% મહિલાઓ અને 72% પુરુષ સામેલ છે. 1990માં 11% મહિલાઓ જ શ્રમ કરતી હતી. એટલે કે આશરે 20 વર્ષમાં તેમાં 7%નો વધારો થયો, જ્યારે ફ્રાંસમાં 1990માં 36% હિસ્સેદારી હતી એટલે કે માંડ 5%નો વધારો થયો છે, જે ભારતથી ઓછો છે.